Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Scorpio- જાણો વૃશ્ચિક રાશિ માટે કેવુ રહેશે આ વર્ષ 2018

Rashi Bhavishya
, શનિવાર, 30 ડિસેમ્બર 2017 (18:50 IST)
રાશિફળ 2018 મુજબ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ વર્ષ થોડુ વધુ ખાસ નથી. આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય જીવન સરેરાશ રહેશે.  આરોગ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી તમને રોગી બનાવી શકે છે. તેથી તમારા આરોગ્ય પર ધ્યાન આપો.  બીજી બાજુ આર્થિક મામલે પણ તમારે સજાગ રહેવાની સલાહ આપવામાં આવે  છે. ખૂબ સમજી વિચારીને આર્થિક નિર્ણય લો. તો ચાલો જાણી 2018 વૃશ્ચિક રાશિ માટે કેવુ રહેશે. 
 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય સરેરાશ રહી શકે છે. મતલબ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર રહેશે.  બેદરકારીની સ્થિતિમાં સ્વાસ્થ્ય નબળુ થઈ શકે છે.  પણ જો સ્વાસ્થ્યને લઈને સજાગ બનીરહો તો કોઈ વિશેષ પરેશાની નહી થાય. શનિ તમારા બીજા ભાવમા રહેશે અને ગુરૂ તમારા દ્વાદશમાં . તેથી આ વાતની શક્યતા વધુ છે કે તમારુ ખાન પાન અસંયમિત રહી શકે છે. જેને કારણે અન્ય શારીરિક પરેશાનીઓ ઉભી થઈ શકે છે. તેથી ખાન પાનને સંયમિત રાખવુ પડશે.  નહી તો પેટ કે મોઢા સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. 
 
Rashi Bhavishya
રાશિફળ 2018 મુજબ શિક્ષણ 
શિક્ષા માટે આ વર્ષ સામાન્ય રીતે અનુકૂળ રહેવાનુ છે.  ચતુર્થેશ શનિ તમારાથી લાભ ભાવ મતલબ બીજા ભાવમાં સ્થિત છે. ગુરૂની રાશિમાં સ્થિત તો શિક્ષા માટે વર્ષ અનુકૂળ રહેશે.  પણ મહેનત કરવાથી દૂર ન ભાગશો એવી સલાહ છે. જો વિદેશમાં જઈને શિક્ષા પ્રાપ્ત કરવા માંગો છો કે પ્રાપ્ત કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે. ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલ શિક્ષા મેળવનારા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ છે.  પણ આ સલાહ સૌને માટે  છે કે તમે અભ્યાસથી દૂર ન ભાગશો અને મહેનત કરતા રહો નહી તો પરિણામ નબળુ પણ આવી શકે છે. 
 
Rashi Bhavishya
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ 
 આ વર્ષે આર્થિક મામલે તમને થોડા સજાગ રહેવુ પડશે. બની શકે છે કે ક્યારેક ક્યારેક તમે એવો અનુભવ કરો કે આ વર્ષે કમાણીના રસ્તા થોડા ઓછા દેખાય રહ્યા છે. જ્યારે કે ખર્ચ વધુ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધનેશ બૃહસ્પતિ તમારા દ્વાદશ ભાવમાં મતલબ ખર્ચના ભાવમાં રહેશે  તેથી ખર્ચ તો કરાવશે પણ જો તમે કોઈ કનેક્શન વિદેશ સાથે જે કે તમે ઈંટરનેટ વગેરે સાથે જોડાયેલા કમ કરો છો તો તમને ચિંતા કરવાની જરૂર નથી. પણ ધન સ્થાન પર શનિ અને ધનેશના દ્વાદશમાં હોવાની સ્થિતિને જોતા આ સલાહ બધા માટે છે કે જ્યા સુધી બની શકે તમે બેકારના ખર્ચાથી બચવુ જોઈએ. વર્ષના અંતમા કોઈ મોટો લાભ પણ મળી શકે છે.  એવા યોગ બની રહ્યા છે. 
 
Rashi Bhavishya
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
આ વર્ષ પ્રેમ સંબંધો માટે સામાન્ય રીતે અનુકૂળ રહી શકે છે. પણ સપ્ટેમ્બર 2018 સુધી તમને પંચમેશ ગુરૂ દ્વાદશ ભાવમાં રહેશે એવામાં કોઈ કારણસર તમને તમારા લવ પાર્ટનર સાથે વધુ સમય વીતાવવાની તક ઓછી મળશે.    વાણી સ્થાનના શનિને જોતા એ વાતનો પણ ખ્યાલ રાખવાનો છે કે તમએ વાતો વાતોમાં લાગણીશીલ બનીને એવુ કશુ ન કરો જે સાથીને મનદુખ કરાવે. કારણ વગર નોકઝોકથી બચો.. આમ તો સપ્ટેમ્બર સુધીનો સમય વિવાહ વગેરે કાર્યો માટે વધુ મદદગાર નથી પણ ત્યારબાદનો સમય સગાઈ વિવાહ અને સંતાન વગેરેના મામલે સારો છે. મતલબ વર્ષના અંતે પ્રેમ અને દાંમ્પત્ય બંને માટે અનુકૂળ છે. 
 
Rashi Bhavishya
રાશિફળ 2018 મુજબ કામ અને વ્યવસાય 
કાર્ય વેપાર માટે વર્ષ 2018 સરેરાશ અનુકૂળતા આપનારો રહી શકે છે. શનિની દ્રષ્ટિ તમારા ચોથા આઠમા અને લાભ ભાવ પર રહેવાની છે. મતલબ લાભની સ્પીડ ધીમી રહી શકે છે. જો કે અચાનક કેટલાક રોકાયેલા કામ બનશે પણ કેટલાક એવા કામ જેને જદ્લી પૂરા થવાને લઈને તમે આશ્વસ્ત છો. તેમા થોડુ મોડુ થઈ શકે છે.  આ વર્ષે કોઈ નવા કામની શરૂઆત ન કરો તો સારુ રહેશે.   જો કરવુ જરૂરી છે તો સારી રીતે સમજી વિચારીને કરો અને એક્સપર્ટની સલાહ લઈને જ કરો.  મનને પ્રસન્ન રાકહ્વાનો પ્રયાસ કરો કારણ કે પ્રસન્નતા પૂર્વક કામ કરવાથી સફળતાનો ગ્રાફ સુધરે છે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ પાંચમાંથી 3 સ્ટાર્સ આપવા માંગી રહ્યુ છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય - ઉપાયના રૂપમાં તમારે શનિની શાંતિનુ વિશેષ અનુષ્ઠાન કરાવવુ જોઈએ. મોટા વડીલો અને ગુરૂજનોનુ સન્માન અને સેવા કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમારા પતિની મિત્ર આ રાશિની હોય તો સાચવજો હો....