Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જ્યોતિષ શાસ્ત્ર - શુક્રનુ કન્યા રાશિમાં ગોચર.. આ રાશિયોની બદલાશે કિસ્મત.. આ 2 રાશિયો ઉઠાવશે મુશ્કેલી

જ્યોતિષ શાસ્ત્ર - શુક્રનુ કન્યા રાશિમાં ગોચર.. આ રાશિયોની બદલાશે કિસ્મત.. આ 2 રાશિયો ઉઠાવશે મુશ્કેલી
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (17:28 IST)
શુક્ર ગ્રહનુ કન્યા રાશિમાં ગોચર થવાનુ છે. શુક્ર ગ્રહનુ આ ગોચર 3 નવેમ્બરના રોજ શુક્રવારની રાત્રે 12 વાગીને 12મિનિટ પર થશે.   કન્યા રાશિમાં થનારા શુક્રનો આ ગોચર 26 નવેમ્બર સુધી રહેવાનો છે. શુક્ર ગ્રહના આ ગોચરથી બધી 12 રાશિયો પર જુદા  જુદા પ્રભાવ પડશે.. ચાલો જાણીએ કે શુક્રનુ ગોચર કંઈ રાશિ પર પ્રભાવ નાખશે. 
 
મેષ રાશિ - મેષ રાશિના સાતમાં ભાવમાં શુક્રનુ ગોચર થશે. જેનાથી તમારી પ્રોફેશન લાઈફ સારી રહેશે.  વિવાદોથી બચવુ જોઈએ. 
 
સાથે જ આરોગ્યનો ખાસ ખ્યાલ રાખો.. વૈવાહિક જીવન સુખમય રહેશે.  આ ઉપરાંત ખૂબ પ્રયાસ કરતા પ્રેમ વિવાહ થવાની શક્યતા 
 
વધુ છે. 
 
વૃષભ રાશિ - આ રાશિના છઠ્ઠા ભાવમાં શુક્રનો ગોચર થશે. સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો.. શત્રુઓથી સાવધ રહો.. વૈવાહિક જીવનમાં 
 
વિવાદ થઈ શકે છે.  બિઝનેસ પાર્ટનર સાથે પણ બોલચાલની શક્યતા છે. બેકારની વસ્તુઓ પર પૈસો ખર્ચ થશે. યાત્રામાં મુશ્કેલી 
 
ઉભી થશે તેથી યાત્રા કરતા બચો.. 
 
મિથુન રાશિ - મિથુન રાશિથી પાંચમાં ભાવમાં શુક્ર ગોચર હશે. શત્રુ પર વિજયની સફળતા મળશે.  આ સ્માય તમારે કર્જ ચુકવવા 
 
માટે એકદમ ખાસ છે. આરોગ્યના હિસાબથી પણ આ સમય અનુકૂળ છે. અભ્યાસ કરવા માટે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. 
 
લવ લાઈફમાં ખુશીઓ અને રોમાંસ કાયમ રહેશે.  તમારા જીવનસાથીની સાથે ક્યાક ફરવા જઈ શકો છો. નવ વિવાહિત દંપત્તિને 
 
સંતાન સુખ મળી શકે છે. 
 
કર્ક રાશિ - આ રાશિથી ચોથા ભાવમાં શુક્રનુ ગોચર રહેશે. શુક્રના આ ગોચરથી તમને બધા ક્ષેત્રોમાં સફળતા મળશે.  સાથે જ ઘર 
 
પરિવારમાં સુખ સંપત્તિ કાયમ રહેશે.  ઘરમાં પૈસા વધુ ખર્ચ થવાની સ્થિતિ બની રહી છે.  કોઈ મોટી મનોકામના પૂરી થવાની 
 
શક્યતા છે.  કોઈની સાથે મનદુખ થઈ શકે છે.  મિત્રોનો સહયોગ મળશે.  આરોગ્યમાં સુધાર થશે. 
 
સિંહ રાશિ - તમારી રાશિના ત્રીજા ભાવમાં શુક્ર ગોચર કરશે.. શત્રુ હારી જશે.  ધાર્મિક કાર્ય પ્રત્યે તમારી રૂચિ વધશે ધન લાભના 
 
પણ પ્રબળ યોગ છે.  નોકરીમા પરિવર્તન કરવા વિશે વિચારી શકો છો. સમાજમાં સન્માન વધશે.  નવા મિત્ર બનશે.  
 
સહકર્મચારીઓ તરફથી મદદ મળશે.  કોઈ નવા સંબંધો જોડી શકાય છે. 
 
કન્યા રાશિ - આ રાશિથી બીજા ભાવમાં શુક્ર તોચર કરશે. પૈસાના લાભના થઈ શકે છે.  આવકના સાધન વધશે.  પરિવારમાં કોએ 
 
શુભ કાર્ય શરૂ થઈ શકે છે.  પરિવારમાં કોઈ સભ્યને સંતાનની પ્રાપ્તિ થશે.  સમાજમાં સન્માન વધશે.  સંવાદ શૈલીમાં સુધારો થશે. 
 
તમારી વાણીથી બીજાને પ્રભાવિત કરી શકશો..  વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. 
 
તુલા રાશિ - તુલા રાશિમાં શુક્ર ગોચર કરી રહ્યો છે અને આ તમારા પ્રથમ ભાવમાં સ્થિત રહેશે.  આરોગ્યમાં સુધારો થશે.  કોઈપણ 
 
વસ્તુની અતિ ન કરો.. કોઈ ક્ષેત્રમાં અચાનક લાભ મળી શકે છે.  મનમાં વાસનાયુક્ત વિચાર કાયમ રહેશે.  કુંવારા છો તો લગ્નના 
 
યોગ બની રહ્યા છે. 
 
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના દ્વાદશ ભાવમાં શુક્ર ગોચર કરશે. વિદેશ સંબંધોથી લાભ મળી શકે છે.  લાંબી યાત્રા પર જવાના યોગ 
 
બની રહ્યા છે. ખર્ચ વધી શકે છે.  મનમા વાસના યુક્ત વિચાર આવશે. આ વિચારોને નિયંત્રણમાં રાખો..  ધનમાં વૃદ્ધિ થશે. 
 
જીવનસાથીના આરોગ્યનુ ધ્યાન રાખો. 
 
ધનુ રાશિ - શુક્ર તમારી રાશિથી એકાદશ ભાવમાં ગોચર કરશે.  આર્થિક લાભ મળવાની શક્યતા છે. ભૌતિક સુખોની પ્રપ્તિ થશે.  
 
રોમાંસમાં સમય વીતશે.  કાર્યમાં સફળતા મળશે.  વૈવાહિક જીવન માટે સુખમય સમય છે.  મિત્રોનો પૂરો સહયોગ મળશે.. સખત 
 
મહેનતથી સફળતા મેળવી શકશો. 
 
મકર રાશિ - આ રાશિથી દશમ ભાવમાં શુક્રનુ ગોચર થશે.  સારુ કામ કરવા છતા તમને સંતુષ્ટિ નહી મળે.. નોકરીમાં ફેરફાર કરી શકો છો.  બાળકો સાથે ઝગડો ન કરો.. શત્રુ મજબૂત થશે.  પારિવારિક જીવન સુખમય રહેશે.  પ્રેમ સંબંધોમાં પરેશાનીઓ આવી શકે છે.  માનસિક તનાવ રહેશે. 
 
કુંભ રાશિ - આ રાશિથી નવમ ભાવમાં શુક્રનો ગોચર થશે.. સફળતાનો સમય છે. લાંબી યાત્રાના યોગ બન્યા છે.  સમાજમાં તમારુ સન્માન વધશે. ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે.  આરોગ્ય માટે સારો સમય છે. જીવનસાથીનો સહયોગ મળશે.  ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. 
 
મીન રાશિ - મીન રાશિથી અષ્ટમ ભાવમાં શુક્ર ગોચર કરશે. મનમાં વાસના સાથે જોડાયેલ વિચારો આવશે.  ભૌતિક સુખ સાધનોનો આનંદ ઉઠાવી શકશો.. નવા સંબંધો બની શકે છે.  અચાનક ફાયદો મળી શકે છે.  આરોગ્ય ખરાબ રહી શકે છે.  નોકરીમાં સ્થાનાંતરણની શક્યતા છે.. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનુ રાશિફળ - આજે આ 4 રાશિના લોકોને મળશે ખુશખબર(3/11/2017)