Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

VIDEO - આપની રાશિ મુજબ જાણો કયો મંત્ર અપાવશે ધનલાભ

VIDEO - આપની રાશિ મુજબ જાણો કયો મંત્ર અપાવશે ધનલાભ
, ગુરુવાર, 16 નવેમ્બર 2017 (10:10 IST)
મિત્રો આજે અમે તમને બતાવીશુ કે તમારી રાશિ મુજબ કયો મંત્ર તમે જપશો તો તમને ધનલાભ થશે..  ધન મેળવવાની ઈચ્છા દરેકને હોય છે કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જેને ધનનો મોહ ન હોય.. જો કે બચત કરવી પણ ખૂબ જરૂરી છે પણ તેમ છતા ઘણા લોકો એવા હોય છે જે વધુ ધનની કામના કરે છે જેથી તેઓ તેનો પરેશાનીમાં ઉપયોગ કરી શકે .. 
 
જ્યોતિષ મુજબ 12 રાશિઓ અને 9 ગ્રહ હોય છે જે તમારા જીવન પર પ્રભાવ નાખે છે.  ધનના મામલે પણ આ બધા તમારે માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે આવો જાણીએ રાશિ મુજબ તમારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તમારી વધુ ધન કમાવવાની ઈચ્છા પૂરી થાય 
મેષ રાશિ - મેષ રાશિ મંગલ ગ્રહથી પ્રભાવિત છે  આ રાશિના જાતકોના જીવનમાં જો પરેશાનીઓ આવે છે તો તેમને હનુમત આરાધના કરવી જોઈએ ૐ હનુમતે નમ: નો નિત્ય જાપ તેમની બધી પરેશાનીઓ ઉકેલી શકે છે. 
 
વૃષભ રાશિ - શુક્ર ગ્રહના પ્રતિનિધિત્વવાળા વૃષભ રાશિના લોકો થોડા વધુ જ ભોગ વિલાસી હોય છે.  ધન સંબંધી કોઈપણ પરેશાનીને માટે તમારે દુર્ગાની આરાધના કરવી જોઈએ.  જે તમને ચોક્કસ રૂપે આ લાભદાયક રહેશે.  વૃષભ રાશિના જાતકોએ રોજ ૐ દુર્ગાદેવ્યૈ નમ: નો જાપ કરવો જોઈએ. 
 
મિથુન રાશિ - મિથુન રાશિના લોકો બુધ ગ્રહથી સંચાલિત છે. ભગવાન ગણેશની આરાધના કરી આ લોકો યશ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ૐ ગં ગણપતયે નમ: નો જાપ તેમને માટે લાભદાયક રહેશે. 
 
કર્ક રાશિ - કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ હોય છે જે સ્વભાવથી ખૂબ ચંચળ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શિવ ચંદ્રમાનો રાજા છે. તેથી તમે ભગવાન શિવની ઉપાસના કરો.. ૐ  નમ: શિવાય નો નિત્ય જાપ તમારી ધન સંબંધી પરેશાનીઓનો હલ કરે છે. 
 
સિંહ રાશિ - સૂર્યને સિંહ રાશિનો સ્વામી માનવામાં આવે છે. જીવનમાં આવી રહેલ કોઈપણ પરેશાનીનુ સમાધાન સૂર્યની ઉપાસનાથી પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોએ રોજ ૐ સૂર્યાયે  નમ: નો જાપ કરવો જોઈએ. 
 
કન્યા રાશિ - મિથુન રાશિની જેમ કન્યા રાશિનો સ્વામી પણ બુધ ગ્રહ છે.  તમારે માટે ગણેશ આરાધના લાભકારી છે.  ૐ ગં ગણપતયે  નમ:નો જાપ જરૂર કરો. 
 
તુલા રાશિ - તુલા રાશિનો સ્વામી પણ શુક્ર ગ્રહ છે. તમારે માટે દેવી લક્ષ્મીની આરાધના ફળદાયી છે. આ રાશિના લોકોએ રોજ ૐ મહા લક્ષ્મયૈ  નમ: નો જાપ કરવો જોઈએ. 
 
વૃશ્ચિક રાશિ - મંગળ ગ્રહના પ્રતિનિધિત્વવાળા વૃશ્ચિક રાશિના લોકોને હનુમત આરાધના કરવી જોઈએ. આ તેમની દરેક પીડા દરેક દુખને દૂર કરશે. ૐ હનુમતે  નમ: નો જાપ તમારી શારીરિક અને માનસિક પીડાને સમાપ્ત કરશે. 
 
ધનુ રાશિ - ધનુ રાશિનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે છે. આ માટે ભગવાન વિષ્ણુની પૂજા શુભ રહે છે. ૐ શ્રી વિષ્ણવે  નમ: નો જાપ તમારા જીવનની દરેક પરેશાનીઓને દૂર કરશે. 
 
મકર રાશિ - મકર રાશિનો સ્વામી શનિ ગ્રહ છે.. તેથી તમે શનિદેવ કે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.  ૐ શન શનિશ્ચરાયે  નમ: નો જાપ તેમને માટે લાભકારી છે 
 
કુંભ રાશિ - શનિદેવના પ્રતિનિધિત્વવાળી કુંભ રાશિના જાતકો માટે ભગવાન શિવની આરાધના ફળદાયી સાબિત થાય છે. તમે રોજ સવારે 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. 
 
મીન રાશિ - બૃહસ્પતિ ગ્રહના પ્રતિનિધિત્વવાળી આ રાશિના લોકોને ભગવાન નારાયણનુ ધ્યાન અને તેમની ઉપાસના કરવી જોઈએ. ઑમ નારાયણાય  નમ: અને ઑમ ગુરવે  નમ:નો રોજ જાપ તમને ફાયદો પહોંચાડશે. 
 
તો મિત્રો તમારી રાશિ મુજબના આ ઉપાયો અજમાવી જુઓ... અને તમને તેના શુ ફાયદા થયા તે અંગે આપના ફિડબેક અમને જરૂર જણાવો.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો આજનો દિવસ(16.11.2017)