Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રીતે બાળકોનો જન્મ થતા જ જાણી શકાય છે કે તેઓ મોટા થઈને શુ બનશે

સામુદ્રિકશાસ્ત્ર
, સોમવાર, 16 જાન્યુઆરી 2017 (11:45 IST)
સામુદ્રિકશાસ્ત્ર મતલબ હસ્તરેખા વિજ્ઞાનમાં વ્યક્તિની હથેળીમાં સ્થિત રેખાઓ, વિવિધ પર્વત, ચિન્હ, નખ, અંગૂઠા અને આંગળીઓની મદદથી વ્યક્તિના સંપૂર્ણ જીવન અને કેરિયર વિશે જાણી શકાય છે. 
 
ડોક્ટર - જે હથેળીમાં બુધ પર્વત સ્પષ્ટ ઉભરી હોય અને આ પર્વત પર ત્રણ કે ચાર રેખાઓ ઉભી હોય કનિષ્ઠિકા આંગળી અનામિકાના તૃતીય પર્વને સ્પર્શ કરે તો વ્યક્તિ ચિકિત્સાના ક્ષેત્રમાં જાય છે. આ સાથે જો મંગળ પર્વત પણ ઉભરાયેઓ હોય તો તે સફળ સર્જન બને છે. 
 
અભિનેતા - જેના હાથની બધી આંગળીઓ કોમળ અને ઢળેલી હોય અનામિકા આંગળી વધુ લાંબી ન  હોય, સૂર્ય અને શુક્ર પર્વત ઉભરાયેલા હોય અને ભાગ્ય રેખા નિર્દોષ હોય એવા વ્યક્તિ સફળ અભિનેતા બને છે. 
 
રાજનેતા - જે વ્યક્તિનો જમણા હાથમાં કેળા કે ધ્વજનુ ચિન્હ  હોય તે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પદ મેળવવા સુધી સફળ થાય છે. હથેળીમાં સૂર્ય રેખા પર વૃત્ત, ચતુર્ભુજનુ ચિન્હ હોય એક શાખા મંગળ પર્વત પર અને બીજી મસ્તિષ્ક રેખાને મળે તેમજ પર્વતોનો ઉભાર ઠીક હોય તો એવા વ્યક્તિ મંત્રી, પ્રધાનમંત્રી પદ સુધી પહોંચે છે. 
 
ઉચ્ચ અધિકારી - જે વ્યક્તિની હથેળીમાં કનિષ્ઠિકા, અનામિકા આંગળીને ત્રીજી પોર સ્પર્શ કરે કે તેના ઉપર નીકળી જાય, સૂર્ય પર્વત સ્પષ્ટ ઉભાર લાવવાની સાથે જ સૂર્ય રેખા ઉંડી હોય, સૂર્ય પર્વત પર ત્રિભુજ, ચતુર્ભુજ, વૃત્ત કે નક્ષત્રનુ ચિન્હ હોય તો એવા વ્યક્તિ આઈ.એ.એસ પદ પ્રાપ્ત કરે છે. જે હાથમાં કનિષ્ઠિકા, અનામિકા કે તૃતીય પર્વને સ્પર્શ કરે, મંગળ પર્વત કે જીવન રેખા સાથે કોઈ રેખા નીકળીને સૂર્ય પર્વતને સ્પર્શ કરી લે તો જાતક ઉચ્ચ અધિકારી બને છે. 
 
શિક્ષક - જે વ્યક્તિની  મસ્તિષ્ક રેખા સ્પષ્ટ, ઉંડી અને ભાગ્ય રેખા તેમજ સૂર્ય રેખા પણ હોય અને ગુરૂ પર્વત ઉભરાયેલો હોય તો તે શિક્ષક બને છે. 
 
એંજિનિયર - જે વ્યક્તિના હાથમાં શનિ પર્વત ઉભરાયેલો હોય અને આ પર્વત પર અનેક ઉભી રેખાઓ હોય ઉપરાંત ભાગ્ય રેખા શનિ પર્વત પર આવીને સમાપ્ત થઈ જાય તો તે વ્યક્તિ એંજીનિયર બને છે. 
 
ઉદ્યોગપતિ - હથેળીમાં આંગળી 90 ડિગ્રીથી વધુ કોણ બનાવે, કનિષ્ઠિકા આંગળી લાંબી હોય, મસ્તિષ્ક રેખા સ્પષ્ટ હોય, બુધ, સૂર્ય અને શનિ પર્વત ઉભરાયેલા હોય તો જાતક ફેક્ટરીનો માલિક, વેપારી અને ઉદ્યોગપતિ બને છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાથની રેખા બતાવશે કે તમારુ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.