Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Believe it or Not - આ દિવસે ન ખાશો આ વસ્તુઓ નહી તો થશે અકાલ મૃત્યુ

Believe it or Not  - આ દિવસે ન ખાશો આ વસ્તુઓ નહી તો થશે અકાલ મૃત્યુ
, મંગળવાર, 20 જૂન 2017 (15:34 IST)
જ્યોતિષ મુજબ દરેક દિવસ કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલો હોય છે. સાથે જ કોઈ એક ગ્રહ સાથે પણ જોડાયેલો હોય છે.  તેથી જ્યોતિષમાં તેની સાથે સંબંધિત કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. 
 
જો કે તે દિવસે કરવામાં આવેલ કાર્યોનો ક્યારેક ક્યારેક વ્યક્તિ પર નકારાત્મક પ્રભાવ પણ પડે છે. તેથી એ દિવસ માટે એ ગ્રહો સાથે સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. 
જે એ કાર્યોને કરી શકતા નથી તે રત્નોની મદદ લે છે. એવુ માનવામાં આવે છે કે અઠવાડિયાનો આ દિવસ એટલો ભારે પડી શકે છે કે વ્યક્તિનુ અકાળ મૃત્યુ પણ થઈ શકે છે. 
 
કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેના સેવનથી તમારો જીવ પણ છિનવાય શકો છો.  તેથી જ્યોતિષ મુજબ આ વસ્તુઓને ખવાથી પરેજ કરો.  
 
આખા અઠવાડિયામાં રવિવાર એકમાત્ર એવો દિવસ છે જે દિવસે કેટલાક વિશેષ ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવુ જોઈએ. જેવુ કે રવિવારના દિવસે લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ. 
 
આ દિવસ સૂર્ય સાથે જોડયેલો હોય છે તેથી આ દિવસે શરીરમાં ઝેરીલા તત્વોને માત્રા વધે છે. 
 
આ દિવસે માછલીનુ સેવન બિલ્કુલ ન કરવુ જોઈએ.  આ ઉપરાંત આ દિવસે મસૂરની દાળ અને લાલ સાગ બનાવવુ પણ નિષેધ છે.  એવુ માનવામાં આવે છે કે તેનાથી આયુ પર સંકટ આવે છે. એટલુ જ નહી આ વસ્તુઓને રવિવારના દિવસે સેવન કરવુ પણ મનુષ્યને અકાળ મૃત્યુ તરફ લઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

6 બહુ નાનકડા ઉપાય, આપશે ધન અપાર