Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Jyotish- જ્યોતિષ દ્વારા જાણો લગ્નના યોગ ક્યારે

જન્મકુંડળી દ્વારા કરો ગ્રહ-દોષ નિવારણ

Jyotish- જ્યોતિષ દ્વારા જાણો લગ્નના યોગ ક્યારે
આજકાલ છોકરા છોકરીઓ ઉચ્ચ શિક્ષા કે સારું કેરિયર બનાવવાના ચક્કરમાં પડી જાય છે જેથી તેમના લગ્નમાં મોડું થાય છે. તેમના માતા-પિતા પણ અસુરક્ષાને ભાવનાઓને કારણે બાળકોના આત્મનિર્ભર થતાં સુધી લગ્ન ન કરાવવા રાજી થાય છે જેથી લગ્નમાં મોડું ચોક્કસ થાય છે. 

આ માટે એ સારું રહેશે કે કોઈ વિદ્વાન જ્યોતિષને પોતાની જન્મ કુંડળી બતાવીને વિવાહમાં અવરોધ ઉભા કરનારા આ ગ્રહ કે દોષને ઓળખી તેનું નિવારણ કરવામાં આવે.

જ્યોતિષ દ્રષ્ટિથી જ્યારે લગ્નના યોગ બને છે, ત્યારે લગ્ન ટાળવાથી વિવાહમાં ખૂબ મોડું થઈ જાય છે. તેથી આવા લોકો લગ્નને લઈને ચિંતામાં પડી જાય છે. આમ તો લગ્નમાં મોડુ થવાનું બીજુ કારણ બાળકોનું માંગલિક હોવુ પણ હોય છે.

આવા લોકોના લગ્નના યોગ 27,29,31,33,35 અને 37 ના વર્ષમાં બને છે.. જે યુવક યુવતીઓના લગ્નમાં મોડુ થઈ જાય છે, તેમના ગ્રહોની દશા જાણીને લગ્નના યોગ ક્યારે બને છે તેના વિશે જાણી શકાય છે.

જે વર્ષે શનિ અને ગુરૂ બંને સપ્ત્મ ભાવમા કે લગ્નને જોતા હોય, ત્યારે લગ્નના યોગ બને છે. સપ્તમેશની મહાદશા અંતર્દશા કે શુક્ર-ગુરૂની મહાદશા-અંતર્દશામાં લગ્નના પ્રબળ યોગ બને છે. સપ્તમ ભાવમાં આવેલ ગ્રહ કે સપ્તમેશની સાથે બેસેલા ગ્રહની મહાદશા-અતર્દશામાં લગ્ન શક્ય છે.

અન્ય યોગ નીચે મુજબ છે -

1. લગ્નેશ, જ્યારે ગોચરમાં સપ્તમ ભાવની રાશિમાં આવે.
2. જ્યારે શુક્ર અને સપ્તમેશ એક સાથે હોય , તો સપ્તમેશની દશા-અંતર્દશામાં
3. લગ્ન, ચંદ્ર લગ્ન અને શુક્ર લગ્નની કુંડલીમાં સપ્તમેશની દશા અંતર્દશામાં.
4. શુક્ર અને ચંદ્રમાં જે પણ બલી હોય, ચંદ્ર રાશિની સંખ્યા, અષ્ટમેશની સંખ્યા જોડવા પર પઍણ જે રાશિ આવે, તેમા ગોચર ગુરૂ આવવા પર.
5. લગ્નેશ-સપ્તમેશની સ્પષ્ટ રાશિ વગેરેના યોગના તુલ્ય રાશિમાં જ્યારે ગોચર ગુરૂ આવે.
6. દશમેશની મહાદશા અને અષ્ટમેશના અંતરમાં
7. સપ્તમેશ-શુક્ર ગ્રહમાં જ્યારે ગોચરમાં ચંદ્ર ગુરૂ આવે.
8. દ્વિતીયેશ જે રાશિમાં હોય, એ ગ્રહને દશા-અંતર્દશામાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu dharm - બુધવારે કરશો આ ઉપાય તો ઘરમાં વધશે સમૃદ્ધિ