IIM અમદાવાદનું PGP પ્લેસમેન્ટ 31 ઓકટોબરથી શરૂ થયું હતું. દર વર્ષની જેમ પ્લેસમેન્ટમાં ટોપ કંપનીઓ આવી હતી. આ વખતે પણ વર્લ્ડની ટોપ મોસ્ટ મેનેજમેન્ટ સેકટરની કંપનીઓ આવી હતી. બોસ્ટન, KPGM, પ્રાઇસવોટરહાઉસ કૂપર્સ સહિતની કંપનીઓ IIMના પ્લેસમેન્ટમાં જોવા મળી હતી.
પ્રથમ તબક્કામાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, માર્કેટિંગ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપનીઓ આવી હતી. જોકે, આ પ્લેસમેન્ટમાં અજુગતી વાત એ રહી કે, ઈન્ડિયાની ટોપ બેન્કિંગ અને કાર્ડ કંપનીઓ જ આ પ્લેસમેન્ટ લિસ્ટમાં નથી. IIM અમદાવાદના પ્લેસમેન્ટનાં પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ ક્લાસ બેન્કિંગ અને મેનેજમેન્ટની કંપનીઓ આવી હતી. મેનેજમેન્ટ ક્ષેત્રની બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપ કંપની પ્લેસમેન્ટમાં આવી હતી. જેણે 22 ઓફર આપી હતી. અન્ય બૈન એન્ડ કંપની, મેકિન્સે એન્ડ કંપની, એક્યુન્ચર સ્ટ્રેટેજી, એલ્વારેઝ એન્ડ માર્સલ, આર્થુર ડી લિટલ, ઓક્ટોસ એડવાઇઝર્સ, કેપ્લર કેનોન, પ્રાઈસવોટરહાઉસ કૂપર્સ, KPGM, Emst એન્ડ યંગ જેવી કંપનીઓ પણ જોવા મળી હતી. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સેક્ટરમાં બેન્ક ઓફ અમેરિકા, સિટી બેંક, મોર્ગન સ્ટેનલી, એસ્ટી એડવાઈઝર, ગોલ્ડમેન સેચસ, જેપીમોર્ગન ચેસ એન્ડ HSBC સહિત બેઈજિંગ સેક્ટરની કેટલીક કંપનીઓ આવી. પરંતુ, કોવિડ બાદ આવેલી ઈન્ડિયન કાર્ડ્સ કંપનીઓ પૈકીની ભારત પે, રૂપે, કોટક, SBI, ICICI આ લિસ્ટમાં નથી.ટ