Army Recruitment: સેનામાં (Indian Army) ભરતી માટે દેશના નૌજવાન માટે એક મોટી ખુશખબર છે. સરકાર જલ્દી સેનામાં રોકાયેલી ભરતી ખોલવા જઈ રહી છે. પણ આ વખતે ભરતી માટે સરકાર એક નવા રિક્રૂટમેંટ પ્લાન પર કામ કરી રહી છે. આ યોજના અગ્નિપથના નામે ઓળખાશે અને તેમા માત્ર સૈનિકોને ચાર વર્ષમાં જ નોકરી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે બુધવાર એટલે કે 8 જૂનના રોજ જો કેબિનેટ આ યોજનને ગ્રીન સિગ્નલ આપી દે છે તો તે જલ્દી જ દેશમાં લાગૂ થશે.
સશસ્ત્ર દળોમાં ભરતીનો પ્રયાસ કરી રહેલા યુવાનો માટે સરકાર બુધવારે એક મોટી જાહેરાત કરવા જઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેરફાર બાદ નવી સિસ્ટમ હેઠળ સૈનિકોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. આ સમયગાળો પૂરો થયા બાદ સરકારે મોટી રકમ આપવાનું પણ નક્કી કર્યું છે. ઉપરાંત, તેમાંથી લગભગ 25 ટકા લોકોને સેવામાં ફરીથી પ્રવેશ મળશે. જો કે આ સમગ્ર પ્રક્રિયાને હજુ આખરી ઓપ આપવાનો બાકી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 'અગ્નવીર' અથવા સૈનિકોની ચાર વર્ષ માટે ભરતી સાથે, ફરજના નવા પ્રવાસને 'અગ્નિપથ' નામ આપવામાં આવ્યું છે. સેવા પૂરી થયા બાદ જવાનોને 10 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા આપવામાં આવશે. આ રકમ કરમુક્ત હશે. આ હેઠળ, એક વર્ષમાં છ મહિનાના ગાળામાં બે વખત ત્રણેય સેવાઓમાં અધિકારીના રેન્કથી નીચેના 45 હજાર-50 હજાર જવાનોની ભરતી થવાની છે.
કોણ અરજી કરી શકે છે
અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાડા 17 વર્ષથી 21 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકશે અને હાલના ધોરણો અનુસાર તેમની ભરતી કરવામાં આવશે. જેઓ સફળ થશે તેઓએ છ મહિનાની તાલીમનો સમયગાળો અને બાકીનો સમય સેવામાં પસાર કરવો પડશે. હાલમાં, એક સૈનિક લગભગ 17 થી 20 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવે છે.
કેટલો રહેશે પગાર
નવી યોજના હેઠળ, પ્રારંભિક પગાર 30 હજાર રૂપિયા હશે, જે ચોથા વર્ષના અંત સુધીમાં વધીને 40 હજાર રૂપિયા થઈ જશે. જો કે, પગારના 30 ટકા બચત તરીકે રાખવામાં આવશે અને સમાન રકમ સરકારી સેવા ભંડોળ યોજના હેઠળ ઉમેરવામાં આવશે. ચાર વર્ષ પૂરા થયા બાદ જવાનને કુલ 10 થી 12 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે, જે ટેક્સ ફ્રી હશે.
ખાલી પડેલા પદ
છેલ્લા બે વર્ષમાં સૈનિકોની ભરતી લગભગ ન જેટલી થઈ છે. 28 માર્ચના રોજ સંસદમાં રજુ કરવામાં આવેલ રક્ષા મંત્રાલયનો ડેટા બતાવે છે કે સેનામાં અન્ય રૈક્સના જૂનિયર કમિશ્નર ઓફિસર એક લાખથી વધુ પદ ખાલી છે. 2017, 2018 અને 2019માં 90 થી વધુ ભરતી ડ્રાઈવો થઈ હતી, પરંતુ રોગચાળાને કારણે 2020-2021માં આ આંકડો 47 અને 2021-2022માં 4 થયો હતો.
સરકારને શું ફાયદો થશે
નવી વ્યવસ્થામાં સરકારને પેન્શન મોરચે ફાયદો થશે. સરકારે સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળો માટે લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ કુલ સંરક્ષણ બજેટનો એક ક્વાર્ટર છે. જો કે, સૂત્રોનું કહેવું છે કે આ ફેરફાર અંગે એવી પણ ચિંતા છે કે હવે મોટાભાગના સૈનિકો પેન્શન વિના માત્ર 4 વર્ષ જ સેવા આપી શકશે. જ્યારે હવે પેન્શન સાથે 20 વર્ષ સુધી સેવા કરવાની તક છે.
આ ઉપરાંત, એવી પણ આશંકા છે કે શું તાલીમનો સમયગાળો અને કાર્યકાળ એ ઓપરેશન્સ માટે પૂરતો હશે કે જેમાં આ સૈનિકોનો ભાગ બનવું પડી શકે છે. સેના દ્વારા આપવામાં આવેલ પ્રારંભિક દરખાસ્ત સૂચવે છે કે જેઓ કાયમી ધોરણે સેનામાં કામ કરવા માંગતા નથી પરંતુ તેનો અનુભવ કરવા માંગે છે તેમના માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો વિચાર હતો.