Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Coaching Help Scheme 2022 - શુ તમે JEE Gujarat-NEET માટે કોચિંગ ક્લાસ કરવા માંગો છો પણ ફી નથી ભરી શકતા તો ક્લિક કરો

ધોરણ 10 પરિણામ પછી કોચિંગ માટે

coaching help
, સોમવાર, 6 જૂન 2022 (18:25 IST)
આજકાલ એજ્યુકેશન જેટલુ સ્પર્ધાત્મક બન્યુ છે તેટલુ જ મોંઘુ પણ બની ગયુ છે. વાલીઓને સ્કુલ ફી સાથે કોચિંગ ક્લાસિસની પણ ફી ભરવી પડે છે. પરંતુ દરેક વાલીઓ આટલા સક્ષમ નથી હોતા. જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે એ તો વગર ટ્યુશને પણ સફળ થઈ જાય છે. પરંતુ જેમને કોચિંગ જવુ છે પરંતુ પૈસાના અભાવે જઈ શકતા નથી તો ગુજરાત સરકારની આ યોજના વિશે જરૂર વિચારો. 
 
આ યોજનાનો લાભ કોણ લઈ શકે  ? બિન અનામત પ્રમાણપત્ર ધરાવતા હોય અને ધોરણ- 10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે.
 
બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી બાળકોને વિજ્ઞાનપ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક મદદરૂપ થવાના હેતુથી ટ્યુશન સહાય યોજના (Coaching Sahay Yojana) અમલમાં મૂકવામાં આવેલ છે.
 
કોચિંગ ક્લાસ સહાય યોજનાનો શુ લાભ મળે - Bin Anamat Aayog Gandhinagar દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય હેઠળ એમના એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15000 (પંદર હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. આ  માટે તમારે કેટલાક ડોક્યુમેંટ તૈયાર કરવા પડશે 
 
કોચિંગ સહાય માટે ડોક્યુમેન્ટ
 
ગુજરાત સરકાર દ્વારા Documents Required for Bin Anamat Coaching Sahay માટે નક્કી કરેલા છે. જે નીચે મુજબ આપેલા છે.
 
1. નિયત નમુનાની અરજીપત્રક (Application Form)
 
2. આધારકાર્ડની નકલ (Aadhar Card)
 
3. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર (Bin Anamat Certificate)
 
4. આવકનું પ્રમાણપત્ર (Income Certificate)
 
5. રહેઠાણનો પુરાવો (Residency Proof)
 
6. ધોરણ-10 ની માર્કશીટ (SSC Marksheet)
 
7. ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
 
8. અરજદારની બેંક પાસબુકની નકલ (Bank Passbook)
 
9. આચાર્યનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ (Principal Certificate)
 
10. ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે) (Tuition Fee Detail)
 
 
Coaching Sahay Yojana 2022 માટે ક્યા સંપર્ક કરવો 
 
આર્ટિકલ               કોચિંગ સહાય યોજના 2022   
ભાષા               ગુજરાતી  
લાભાર્થી(વિદ્યાર્થીઓ) ધોરણ – 10 માં 70% કે તેથી વધુ મેળવનાર
                           ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિધાર્થીઓ
સહાયની રકમ 15000
Bin Anamat Aayog Helpline Number 079-23258688 , 079-23258684
 
વધુ માહિતી માટે અહી ક્લિક કરો 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ