આજકાલ દરેક કોઈને આરામદાયક અને સારી કમાણી વાળી નોકરી પસંદ છે પણ કયાં પદો માટે સૌથી વધારે સેલેરી મળે છે. એવા સવાલોના જવાબ ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે તો આવો જાણીએ ભારતમાં સૌથી વધારે કમાણી વાળી 5 નોકરીઓ અને તેની યોગયતાના વિશે....
1. ચાર્ટડ એકાઉટેંટ CA- ચાર્ટડ અકાઉંટેટના પદનો પગાર ખૂબ સારું ગણાય છે. આ પદ માટે કુશળ નોકરીને 5 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા વર્ષના મળી શકે છે. સીએ બનવા માટે તમને 10+2 પછી સીએના
જુદા-જુદા કોર્સોમાં પ્રવેશ પરીક્ષા માટે આઈસીએઆઈ દ્વારા નેશનલ લેવલ સીએ સીપીટી નામની પરીક્ષાનિ આયોજન કરાય છે.
2. પાયલટ- સેલેરીની બાબતમ ભારતમાં પાયલટમી જૉબ સૌથી સારી નોકરીઓમાં શામેલ છે. આ કામ માટે તમને 1.5 લાખ રૂપિયા દર મહીનાથી 6 લાખ રૂપિયા દર મહીને મળી શકે છે. પાયલટ બનવા માટે કોઈ
પણ વ્યક્તિને 12 સાઈંસ (PCM) માં ઓછામાં ઓછા 50 ટકા અંકોથી પાસ થવુ જોઈએ. તે પછી કોઈ પણ સંસ્થાનથી વિદ્યાર્થી પાયલટ સાઈસેંસ માટે છ મહીનાની ટ્રેનિંગ, પ્રાઈવેટ પાયલટ માટે એક વર્ષની
ટ્રેનિંગ કામર્શિયલ પાયલટ લાઈસેંટ માટે ત્રણ વર્ષનો ટ્રેનિંગ કોર્સ કરવુ હોય છ્હે. પાયલટ બનવા માટે ઉમેદવારને ડીજીસીએથી માન્યતા મેળવેલ ફ્લાઈંગ ક્લબ રજિસ્ટ્રેશ થવો જોઈએ.
3. ડાક્ટર- પગાર કે કમાણીની બાબતમાં ડાક્ટરના વ્યવસાય સારું ગણાય છે. ડાક્ટર બન્યા પછી તમે 1.5 લાખ રૂપિયા દર મહીનાથી 10 લાખ રૂપિયા દર મહીના કમાવી શકો છો. ડાક્ટરની શૈક્ષણિક યોગ્યતા
એમબીબીએસ છે જેના વિશે બધા જાણે છે. એમબીબીએસમાં 12 સાઈંસ (PCB) ના વિદ્યાર્થી નીટની પરીક્ષાથી એડમિશન લઈ શકે છે.
4. આઈપીએસ- ભારતમાં કમાણીના હિસાબે સિવિલ સેવા પરીક્ષા પાસ કરી આઈએએસ/ આઈપીએસ ઑફીસર બનવુ પણ સારું વિક્લ્પ છે. પણ પગારના રૂપમાં આ પદ માટે એક લાખ રૂપિયા દર મહીનાથી 2
લાખ રૂપિયા દર મહીને સુધી મળે છે. પણ પગારથી વધારે આ પદનો પાવર મહત્વપૂર્ણ છે. સિવિલ સર્વિસેસની તૈયારા ગ્રેજુએટ પાસ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.
5. સાઈબર સિક્યુરિટી એંડ એથિકલ હેકર- સાઈબર સિક્યુરિટી અને એથિકલ હેકરની સેલેરી લાખોમાં નહી પણ કરોડોમાં હોઈ શકે છે. પણ ભારતમાં 5 લાખ રૂપિયાથી 30 લાખ વર્ષ સુધી મળી શકે છે. સાઈબર સિક્યુરિટીથી સંકળાયેલા કોર્સ કરવા માટે ઉમેદવારને કંપ્યૂટર સાઈંસમાં બીટેક થવુ જરૂરી છે. સાઈબર સિક્યુરીટીનો કોર્સ2 મહીનાથી શરૂ થઈ 2 વર્ષ સુધી હોય છે.