Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSSSBની જૂનિયર ક્લાર્ક સહિત વિવિધ સંવર્ગની 5554 જગ્યાઓ પર ભરતી થશે

exam fees
ગાંધીનગર , સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (21:22 IST)
exam fees
ગુજરાતમાં સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા એમ મળીને કુલ 352 જગ્યાનો ફરી એકવાર વધારો કરાયો છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં જગ્યાઓ કુલ 5554 થઈ છે.
 
ફરી એકવાર જગ્યામાં વધારો કર્યો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા B)ની જગ્યામાં વધારો કરાયો છે. મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS)ની કુલ 1 જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે. જે જગ્યા વધાર્યા બાદ ફરી એકવાર જગ્યામાં વધારો કર્યો છે
webdunia
GSSSB
પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા
જે ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા છે. જે ઉમેદવારોની ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો તારીખ 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. જે ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓ મંડળમાં ફોન કરીને અથવા રૂબરૂમાં આવીને માર્ગદર્શન મેળવી શકે છે તેવું પણ જણાવ્યું છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ભાવ આસમાને પહોંચતા બે શખ્સોએ લસણ ભરેલા 14 કોથલા ચોરી લીધા