Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Krishna Katha- ભગવાન કૃષ્ણની જન્મકથા

krishna
, બુધવાર, 7 ઑગસ્ટ 2024 (00:31 IST)
krishna
ત્રેતાયુગના અંતમાં અને દ્રાપરયુગના પ્રારંભના સમયમાં નિંદાજનક કામો કરવાવાળો કંસ નામનો એક અત્યંત પાપી દૈત્ય હતો. તે દૃષ્ટ અને દુરાચારી કંસની દેવકી નામની એક સુંદર બહેન હતી. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન આઠમો પુત્ર કંસનો વધ કરશે.
 
એક સમયની વાત છે. તે દૃષ્ટ કંસે એક જ્યોતિષને પૂછ્યું કે મારુ મૃત્યુ ક્યાં અને કેવી રીતે અને કોના હાથે થશે.
જ્યોતિષે કહ્યું કે -હે દાનવોમાં શ્રેષ્ઠ કંસ, વાસુદેવની પત્ની દેવકી જે તમારી બહેન પણ છે. તેના જ ગર્ભમાંથી ઉત્પન્ન તેનો આઠમો પુત્ર જે શત્રુઓને પરાજીત કરીને આ સંસારમાં 'કૃષ્ણ' બનીને પ્રખ્યાત થશે. તે જ એક દિવસે સૂર્યોદયના સમયે તારો વધ કરશે.
 
જ્યોતિષની વાત સાંભળી તે દુરાચારી કંસે પોતાના એક દ્રારપાલને કહ્યુ - આ મારી બહેન મને મારા પ્રાણોથી પણ વધુ વહાલી છે. તેની સુરક્ષા કરજો. એક દિવસે દેવકી પાણી લેવાના બહાને ઘડો લઈને એક તળાવ પર ગઈ. તે તળાવના કિનારે એક ઘટાદાર ઝાડ નીચે બેસીને રડવા લાગી. તે જ સમયે એક સુંદર સ્ત્રી કે જેનું નામ યશોદા હતુ તેને આવીને દેવકીને મીઠી વાણીમાં પૂછ્યું - હે કાંતે, તુ આ રીતે કેમ વિલાપ કરી રહી છે. તારા રડવાનું કારણ મને બતાવ. ત્યારે દુ:ખિત દેવકીએ યશોદાને કહ્યું - હે બહેન નીચ કર્મોથી ટેવાયેલો દુરાચારી મારો મોટો ભાઈ કંસ છે તેણે મારા કેટલાય પુત્રોને મારી નાખ્યા છે. આ સમયે મારા ગર્ભમાં આઠમો પુત્ર છે, તે આને પણ મારી નાખશે. આ વાતમાં કોઈ શંકા નથી. કારણકે તેને એ વાતનો ભય છે કે મારો આઠમો પુત્ર તેનો વધ જરૂર કરશે.
 
દેવકીની વાતો સાંભળી યશોદાએ કહ્યુ - હે બહેન વિલાપ ના કરીશ. હું પણ ગર્ભવતી છું. જો મને છોકરી થશે તો તુ તારા છોકરાના બદલે મારી કન્યાને લઈ લેજે. આ રીતે તારો પુત્ર કંસના હાથે નહી મરે.
 
ત્યારબાદ કંસે પોતાના દ્રારપાલને પૂછ્યું કે દેવકી ક્યાં છે ? અત્યારે દેખાતી નથી. ત્યારે દ્રારપાલે કહ્યુ - મહારાજ તમારી બહેન તળાવ પર પાણી ભરવા ગઈ છે. ત્યારે કંસે ગુસ્સામાં દ્રારપાલને વઢીને તેને પણ દેવકી પાછળ મોકલ્યો. દ્રારપાલે દેવકીને પૂછ્યુ કે તમે અહીં કેમ આવ્યા છો ? દેવકીએ કહ્યુ કે મારા ઘરમાં પાણી નહોતું તેથી હું પાણી લેવા અહીં આવી છુ. આટલુ કહીને તે પોતાના ઘર તરફ ચાલી નીકળી.
 
કંસે દ્રારપાલેને કહ્યુ કે આ ઘરમાં મારા બહેનની તમે પૂરી રક્ષા કરો. હવે તો દેવકીનો આઠમો પુત્ર આવવાનો હતો તેથી તેને વધુ બીક લાગવા માંડી. તેણે ઘરની અંદરના દરવાજાઓ પર મોટા તાળા લગાવી દીધા અને દરવાજાની બહાર દૈત્યો અને રાક્ષસોને ચોકીદારી કરવા ઉભા કરી દીધા. કંસ દરેક રીતે પોતાના પ્રાણોની રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
 
એક સમયે સિંહ રાશિના સૂર્યમાં આકાશ મંડળમાં જળધારી વાદળોએ પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધુ. ભાદરવા માસની કૃષ્ણપક્ષની આઠમે ઘનઘોર અડધી રાત હતી. તે સમયે ચંદ્ર પણ વૃષ રાશિમાં હતો. રોહિણી નક્ષત્ર બુધવારના દિવસે દેવકીના આઠમાં પુત્ર શ્રીકૃષ્ણનો જન્મ થયો. અને તેમના પ્રભાવથી જ તે જ સમયે જેલના દરવાજા તેની જાતે જ ખુલી ગયા. દરવાજા પર ઉભેલાં ચોકીદાર રાક્ષસો બધા મૂર્છિત થઈ ગયા.
 
દેવકીએ તે જ સમયે પોતાના પતિ વાસુદેવને કહ્યુ - હે સ્વામી, તમે ઉંધવાનું છોડી દો અને મારા આ આઠમા પુત્રને ગોકુળમાં લઈ જાઓ. ત્યાં આ પુત્રને નંદલાલની પત્ની યશોદાને આપી દેજો. તે સમયે યમુના નદી પૂરી રીતે પૂરગ્રસ્ત હતી. પણ જ્યારે વાસુદેવજી બાળક કૃષ્ણને સૂંપડામાં લઈને યમુનાજીને પાર કરવા ઉતર્યા તે જ ક્ષણે બાળકના ચરણોનો સ્પર્શ થતાં જ યમુનાજી ફરી પોતાના સ્થિર રૂપમાં આવી ગયા. જેવી તેવી રીતે વાસુદેવજી ગોકુળ પહોંચી ગયા અને નંદના ઘરમાં પ્રવેશ કરી તેમણે પોતાના પુત્રને તરતજ મૂકી દીધો અને તેમની પુત્રીને લઈને ત્યાંથી તરત જ કેદખાનામાં પહોંચી ગયા.
 
સવારે જ્યારે બધા રાક્ષસ ચોકીદાર ઉંધમાંથી ઉઠ્યા. તે સમયે કંસે આવીને દ્રારપાલને પૂછ્યુ કે - દેવકીના ગર્ભમાંથી શુ થયુ ? આ વાતની મને જલદી જાણ કરો. દ્રારપાલે અંદર જઈને જોયુ તો દેવકીના ખોળામાં એક બાળકી હતી. જેને જોઈને કંસને સંદેશો આપ્યો. કંસને તો તે બાળકીથી પણ ભય લાગતો હતો. આથી તે સ્વયં તે જેલમાં ગયો અને દેવકીના ખોળામાંથી બાળકીને છીનવી અને તેને એક પત્થર પર પછાડી પરંતુ તે કન્યા વિષ્ણુની માયાથી આકાશ તરફ ચાલી ગઈ અને અંતરિક્ષમાં જઈને એક વીજળી બની ગઈ અને કંસને બોલી -' હે દુષ્ટ તને મારવાવાળો તો ગોકુળમાં નંદના ઘરે જન્મી ચૂક્યો છે. અને તારુ મૃત્યુ તેનાથી નિશ્ચિત છે. હું તો વિષ્ણુની માયાથી ઉત્પન્ન થયેલી વૈષ્ણવી છું. આટલુ કહીને તે સ્વર્ગમાં ચાલી ગઈ. કંસ આ આકાશવાણી સાંભળી ક્રોધિત થઈ ગયો. તેણે નંદજીના ઘરે પૂતના રાક્ષસીને કૃષ્ણનો વધ કરવા માટે મોકલ્યો. પરંતુ જ્યારે તે રાક્ષસી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગી ત્યારે કૃષ્ણએ તેમને સ્તન વડે રાક્ષસીના પ્રાણ ખેંચી લીધા. અને તે રાક્ષસી કૃષ્ણ-કૃષ્ણ કહીને મરી ગઈ.
કંસને જ્યારે પૂતનાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેણે કૃષ્ણનો વધ કરવા મશ કેશી નામના દૈત્યને ઘોડાના રૂપમાં મોકલ્યો. ત્યાર પછી અરિષ્ઠ નામના દૈત્યને બળદના રૂપે મોકલ્યો પણ આ બંને પણ કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા. ત્યારપછી કંસે કાલ્યાખ્ય નામના દૈત્યને કાગડાના રૂપમાં મોકલ્યો. પણ તે માર્યો ગયો. હવે કંસ ગભરાઈ ગયો તેમંણે નંદલાલને બોલાવ્યા અને કહ્યુ કે તમને તમારો જીવ વહાલો હોય તો પારિજાતના ફૂલ લઈ આઓ અને નહી લાવો તો તમારો વધ નક્કી છે.
 
કંસની વાત સાંભળી નંદએ 'આવુ જ કરીશ' કહીને તે પોતાના ઘરે પાછા આવ્યા અને આવીને બધી વાત યશોદાને કરી જેને કૃષ્ણ પણ સાંભળી રહ્યા હતા. એક દિવસે કૃષ્ણ પોતાના મિત્રો સાથે યમુના નદીના કિનારે બોલ રમી રહ્યા હતા, ત્યારે તેમણે જાણી જોઈને દડાને પાણીમાં નાખી દીધો. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તો પારિજાત લાવવાનો હતો. છેલ્લે તે કદમ્બના ઝાડ પર ચઢીને યમુના નદીમાં કૂદી પડ્યા. જ્યારે યશોદાને આ વાતની ખબર પડી ત્યારે તે દોડીને યમુના તટે આવી પહોંચી, અને તેમણે યમુના નદીને પ્રાર્થના કરીને કહ્યુ - હે યમુના જો મારા બાળકને જોઈશ તો ભાદરવાની આઠમનું વ્રત જરૂર કરીશ. હજારો અશ્વમેધ યજ્ઞ, રાજસૂય યજ્ઞ . દાન, તીર્થ અને વ્રત કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે બધા કૃષ્ણ જન્માષ્ટમી કરવાથી થાય છે.
 
કૃષ્ણએ પાતાળમાં જઈને નાગપત્નીને કહ્યું - તમે અહીં શુ કરી રહ્યા છો.? ક્યાથી આવ્યા છો ? અને અહીં આવવાનુ કારણ શુ છે ? શુ તે ઘૃતક્રીડા રમી છે જેમાં તારું બધુ ધન હારી ગયો છે. જો એમ હોય તો આ મુકુટ અને મોતીયોનો હાર લઈ જા. કારણકે જો આ સમયે મારા પતિ જાગી જશે તો તને મારી નાખશે. કૃષ્ણએ કહ્યુ કે - હે કાંતે, હું કાલિયાનાગનું શીશ કંસ સાથેની રમતમાં હારી ગયો છુ અને તે જ લેવા આવ્યો છુ. બાળક કૃષ્ણની આ વાત સાંભળી નાગપત્ની ગુસ્સે થઈ ગઈ અને પોતાના પતિને ઉઠાડ્યો.
 
પોતાની પત્નીનો અવાજ સાંભળી કાલિયાનાગ જાગી ગયો અને બાળક કૃષ્ણ સાથે યુધ્ધ કરવા લાગ્યો. આ યુધ્ધમાં કૃષ્ણે કાલિયાનાગને પરાજીત કરી દીધો. હવે કાલિયાનાગ સારી રીતે ઓળખી ગયો કે હું જેની સાથે યુધ્ધ કરુ છુ તે વિષ્ણું અવતાર ભગવાન કૃષ્ણ જ છે. તેમને કૃષ્ણના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. અને પારિજાતના પુષ્પોને મુકુટમાં મુકીને કૃષ્ણને ભેટ આપ્યા.
 
હવે કૃષ્ણ મથુરા નગરીએ ચાલી નીકળ્યા. બીજી બાજુ કંસ પણ વિસ્મિત થઈ ગયો હતો. મનને હરાવવાવાળુ મથુરા નગર યમુના નદીના દક્ષિણ ભાગમાં સ્થિત છે. ત્યાં કંસનો ભાઈ ચાળૂર રહેતો હતો, તે ખૂબ શકિતશાળી હતો. તે ચાણૂર અને શ્રીકૃષ્ણના મલ્લયુધ્ધની ઘોષણા કરવામાં આવી. આ બંનેનું યુધ્ધ આશ્ચર્ય જનક હતું, કારણકે ચાણૂરની આગળ કૃષ્ણ બાળક જેવા હતા. કંસ અને કેશી આ યુધ્ધને મથુરાની જનસભામાં શંખ અને મૃદંગના શબ્દો સાથે નિહાળી રહ્યા હતા. શ્રીકૃષ્ણએ પોતાના પગને ચાણૂરના ગળામાં ફસાવી તેમનો વધ ક્ર્યો. તેના વધ પછી તેમનું મલ્લયુધ્ધ કેશી સાથે થયું. છેવટે કેશી પણ યુધ્ધમાં માર્યો ગયો. આ મલ્લયુધ્ધ જોઈ રહેલા બધા લોકો શ્રીકૃષ્ણનો જય-જયકાર કરવા લાગ્યા.
 
ત્યારબાદ કંસે બધા સૈનિકોને બોલાવીને કહ્યુ કે તમે બધા અસ્ત્ર-શસ્ત્ર સાથે કૃષ્ણ સાથે યુધ્ધ કરો. આ યુધ્ધમાં શ્રીકૃષ્ણ અને બલરામે અનેક દૈત્યોનો વધ કર્યો. બલરામજીએ પોતાના શસ્ત્ર હળ વડે અને કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે માગ મહિનાની શુક્લ પક્ષની સાતમે વિશાળ દૈત્યોના સમૂહનો નાશ કર્યો.
 
અંતમાં જ્યારે દુરાચારી કંસ જ બચી ગયો ત્યારે કૃષ્ણએ કહ્યુ - હે દૃષ્ટ, અધર્મી, દુરાચારી હવે આ મહાયુધ્ધ સ્થળ પર તારા જોડે યુધ્ધ કરી અને તારો વધ કરી આ સંસારને તારાથી મુક્ત કરીશ. આટલુ કહીને શ્રીકૃષ્ણએ કંસના વાળને પકડી લીધા અને તેને ગોળ ફેરવી જમીન પર પટકી દીધો, જેનાથી તે મૃત્યુ પામ્યો. કંસના મરવાથી દેવતાઓ એ શંખઘોષ કર્યો અને પુષ્પવૃષ્ટિ કરી. આ દિવસે બધા પ્રાણીયોએ હર્ષ પર્વ મનાવ્યો.
 
ભાદરવા મહિનાની કૃષ્ણજન્માષ્ટમીના દિવસે આ વ્રત કરવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરવું જોઈએ.એક આસન પર કળશ મુકી તેના પર કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી ચંદન, ફૂલ, કમળનું ફૂલ વગેરેથી કૃષ્ણ ભગવાનને ચઢાવવા જોઈએ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nag Panchami 2024: નાગ દેવતાને દૂધ પીવડાવવાની સાથે કરો આ 3 ઉપાય, ભગવાન શિવ દૂર કરી દેશે દરેક મુશ્કેલી