દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવાનરી મેસેજિંગ એપ વોટ્સએપ સતત યૂઝર્સ માટે શ્રેષ્ઠતમ ફીચર્સ લઈને આવી રહ્યા છે. ભારતમાં જ આ એપના 20 કરોડથી વધુ યૂઝર્સ છે. વોટ્સએપમાં ખૂબ નવા ફીચર્સ આ વર્ષે આવનારા છે અને તેમાથી અનેકને પહેલી જ બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે. આ ફીચર્સની મદદથી એપમાં યૂઝર્સનો એક્સપીરિયંસ પહેલાથી વધુ થઈ જશે અને પ્રિવેસી સાથે જોડાયેલ નવા ઓપ્શંસ પણ યૂઝર્સને મળશે. આ ફીચર્સ વોટ્સએપમાં મોટા ફેરફાર લઈને આવશે.
ફૉરવર્ડિંગ ઈંફોનુ ઑપ્શંન યૂઝર્સને મેસેજ ઈન્ફો સેક્શનમાં જોવા મળશે. જ્યાથી યૂઝર્સ જાણી શકશે કે કોઈ મેસેજ કેટલીવાર ફોરવર્ડ કરવામાં આવી ચુક્યો છે. જો કે આ
માહિતી તમને ત્યારે જાણ થશે જ્યારે તમે પોતે તેને કોઈને ફોરવર્ડ કરશો. બીજી બાજુ ફ્રીક્વેંટલી ફોરવર્ડેડ એક ટૈગ થશે. જે એ મેસેજની સાથે દેખાશે. જેને 4 વારથી વધુ ફોરવર્ડ કરી જઈ ચુકાયુ હશે.
વોટ્સએપ પર જ સીધા શૉપિંગ ફીચર લાવવાની શક્યતા હતી. આ વચ્ચે એપ પર એક ઓપ્શન આવ્યુ છે. જેની મદદથી બિઝનેસ પોતાનુ પ્રોડક્ટ કૈટલોગ વોટ્સએપ ચૈટમાં જ એડ કરી શકશે. નવા ફીચર સાથે વોટ્સએપ યૂઝર્સ કોઈ બિઝનેસ બ્રૈંડની સાથે ચૈટ કરવા પર તેનુ કૈટલોગ જોઈ શકશે અને તેમાથી પોતાની પસંદનુ પ્રોડક્ટ પસંદ કરી શકશે. આ ફીચર વર્ષના અંત સુધી આવશે.
હાલ વોટ્સએપ પર કોઈ મેસેજ સ્ટિકર ફોટો કે વીડિયો આવતા નોટિફિકેશનમાં ટેક્સ્ટ લખીને આવે છે. હાલ સ્ટિકર માટે નોટિફિકેશન બારમાં sticker લખીને આવે છે. પણ હવે કોઈ સ્ટિકર રિસીવ થતા નોટિફિકેશનમાં યૂઝર્સને એ જ સ્ટિકર બનેલુ જોવા મળશે. તેને બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે.
મેસેજિંગ એપ વોટ્સએપ હવે આ એપ બ્રાઉઝર પર પણ કામ કરી રહ્યુ છે. ત્યારબાદ જ્યારે યૂઝર્સ એપ પર આવનારા લિંક પર ક્લિક કરશે તો એપમાં જ પેજ ઓપન થઈ જશે. આ રીતે કોઈ લિંકને ઓપન કરવુ પણ સરળ અને સેફ થશે. ફેસબુક પહેલા થી જ આવુ ફીચર પોતાના એપમાં લાવી ચુક્યુ છે.