આ વાતની માહિતી સૌને છે કે વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા સાઈટ્સ પર ફેક ન્યૂઝ (ખોટા સમાચાર) શેયરિંગ સતત વધી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો સમજ્યા વિચાર્યા વગર અને સમાચારને તપાસ્યા વગર આગળ ફોરવર્ડ પણ કરી રહ્યા છે. આવુ જ આજે પણ પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલ હવાઈ હુમલા પછી થયુ જેને લઈને લોકો સતત ટ્વિટર, વોટૃસએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ શેયર કરી રહ્યા છે.
જો તમે પણ તેમાથી એક છો જેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તનાવ અને આર્મી સાથે જોડાયેલ આવા જ સમાચાર મળી રહ્યા છે તો તેને શેયર કરતા પહેલા એકવાર જરૂર તપાસ કરી લો. આ ખોટા સમાચાર લોકો વચ્ચે ભયાનક તનાવની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. સોશિયલ મીડિયા પર કશુ પણ શેયર કરતી સમયે આ વાતોનુ ધ્યાન રાખો.
બલ્ક મેસેજને કરો ઈગ્નોર - જો તમને એક મેસેજ અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને કૉન્ટેક્સ તરફથી મળી રહ્યો છે તો એવુ બની શકે છે કે આ ફરજી હોય. બલ્ક મેસેજનો ઉપયોગ સામાન્ય રીતે અસલમાં કોઈ એક વિશેષ કામને પૂરુ કરવા કે પછી કોઈના વિરુદ્ધ લોકોને ભડકાવવા માટે કરવામાં આવે છે. જો તમને એ મેસેજની હકીકત જાણવામાં તકલીફ થઈ રહી હ્ય તો આ કામ કરો..
1. જુદા જુદા સૂત્રો દ્વારા તેની માહિતી લો. આ ઉપરાંત કોઈ એવી વેબસાઈટ પર જે સાચી માહિતી આપતી હોય અને એ જાણવાનો પ્રયત્ન કરો કે આ સમાચાર ક્યાથી આવે છે.
2 વોટ્સએપને ફેક ન્યુઝથી બચાવવા માટે ફોર્વડેડ મેસેજ પર Forwardedનુ લેબલ લગાવી દેવામાં આવ્યુ છે. જો તમે આ મેસેજીંગ પ્લેટફોર્મ પર Forwarded લેબલવાળા મેસેજ મળે છે તો તેની યોગ્ય માહિતી જાણ્યા વગર ફોરવર્ડ ન કરો.
3. આ ઉપરાંત સૌથી જરૂરી છે કે કોઈપણ મેસેજ મળતા તેના વિશે ઓફિશિયલ સોર્સથી માહિતી મળતા સુધી તેને શેયર કરવાથી બચો.