Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Whatsapp New Features: હવે વ્હાટ્સએપથી બુક કરી શકશો કૈબ, જાણો શુ છે રીત

Whatsapp New Features: હવે વ્હાટ્સએપથી બુક કરી શકશો કૈબ, જાણો શુ છે રીત
, શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (17:55 IST)
ઈંસ્ટેંટ મેસેજીંગ એપ વ્હાટ્સએપ(WhatsApp) પર હવે તમને કૈબ બુક કરવાની પણ સુવિદ્યા મળવાની છે. જી હા વ્હોટ્સએપ પર હવે તમે  Uber રાઈડને બુક કરી શકો છો.  કૈબ કંપની Uber જલ્દી જ આ નવા ઓપ્શનને વ્હાટ્સએપ માટે રજુ કરવાની છે. Uber આ નવા કૈબ બુકિંગ સર્વિસને Delhi-NCR માટે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ રજુ કરવાની છે. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં લખનૌ શહેરમાં આ ફીચરનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો આ પ્રયોગ સફળ થાય છે, તો તમારે હવે અલગથી Uber એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. તમે માત્ર WhatsAppનો ઉપયોગ કરીને કેબ બુક કરાવી શકશો. 
 
Uberના અનુસાર, જે યુઝર્સ WhatsApp દ્વારા કેબ બુક કરે છે તેમને તે જ સુરક્ષા પૂરી પાડવામાં આવશે જે સીધી Uber એપ પર સવારી બુક કરવા માટે ઉપલબ્ધ છે. વોટ્સએપ દ્વારા કેબ બુક કરાવ્યા પછી પણ ડ્રાઈવનું નામ અને લાઇસન્સ પ્લેટ જેવી માહિતી યુઝર્સને મોકલવામાં આવશે. તેમજ લોકેશનના આધારે પીકઅપ પોઈન્ટની માહિતી ડ્રાઈવરને મોકલી શકાશે. જ્યારે ડ્રાઈવર સાથે વાત કરતી વખતે પણ યુઝર્સની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એટલે કે ડ્રાઈવર યુઝરનો વોટ્સએપ નંબર જોઈ શકશે નહીં.
 
-  રિપોર્ટ અનુસાર, જે વપરાશકર્તાઓ WhatsApp દ્વારા કેબ બુક કરે છે તેમને તે જ સુરક્ષા પૂરી પાડવામાં આવશે જે સીધી Uber એપ પર સવારી બુક કરવા માટે ઉપલબ્ધ છે. 
-  વોટ્સએપ દ્વારા કેબ બુક કરાવ્યા પછી પણ ડ્રાઈવનું નામ અને લાઇસન્સ પ્લેટ જેવી માહિતી યુઝર્સને મોકલવામાં આવશે. તેમજ લોકેશનના આધારે પીકઅપ પોઈન્ટની માહિતી ડ્રાઈવરને મોકલી શકાશે. 
- જ્યારે ડ્રાઈવર સાથે વાત કરતી વખતે પણ યુઝર્સની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એટલે કે ડ્રાઈવર યુઝરનો વોટ્સએપ નંબર જોઈ શકશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રેમની આળમાં નામ અને જાતિ છુપાવીને છોકરીઓને ફસાવનારાઓ સામે ગૃહમંત્રીની લાલ આંખ