ઘણી વાર કામ કરતી વખતે મોબાઈલ પાણીમાં પડી જાય છે જેનાથી એના બધા ફંક્શન બંધ પડી જાય છે તમે એને સર્વિસ સેંટર પર લઈને ભાગો છો પણ શું તમે જાણો છો કે તમે ઘરે બેસીને પણ મોબાઈલ ઠીક કરી શકો છો એ પણ માત્ર એક વાટકી ચોખાથી....
ઘણીવાર બાળકોના હાથમાં મોબાઈલ આવી જાય છે અને રમતા-રમતા એ મોબાઈલ પાણીની ડોલમાં પડી જાય છે અને સમસ્યા ઉભી થઈ જાય છે . આ સમયે સર્વપ્રથમ મોબાઈલને પાણીમાંથી બહાર કાઢી લો. મોબાઈલ પાણીમાં પડયા પછી તમે તેને ક્યારેય સ્વીચ ઑન ન કરશો. આવુ કરવાથી ફોનમાં શાર્ટ સર્કિટ થઈ શકે છે.
- મોબાઈલમાંથી બેટરી કાઢી લો .
- મોબાઈલનુ SD card અને સિમ કાર્ડ પણ કાઢી લો.
- બધી વસ્તુ કાઢ્યા પછી મોબાઈલ ને ચોખ્ખા કપડાથી લૂછી નાખો.
- એમાં એક ટીપું પણ પાણી ન રહેવું જોઈએ
- આટલુ કર્યા પછી પણ મોબાઈલમાં ભેજ રહી જાય છે
હવે એક વાટકી સૂખા ચોખા લો અને એ ચોખામાં મોબાઈલને દબાવી દો. આવુ કરવાથી મોબાઈલમાં રહેલો વધારાનો ભેજ પણ દૂર થશે. અને તમારો મોબાઈલ ઠીક થઈ જાય છે અને તમે વધારાના ખર્ચાથી બચી શકો છો.