Rishbh pant- આ મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો કુલ 204 ખેલાડીઓ પર જ બોલી લગાવી શકશે, જેમાંથી મહત્તમ 70 વિદેશી છે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે.
કેટલાક ભારતીય ખેલાડીઓ છે જેમના પર ટીમ 30 કરોડ રૂપિયા પણ ખર્ચ કરી શકે છે. આઈપીએલની દસ ટીમો પાસે રૂ. 641.5 કરોડનું પર્સ છે, જ્યાં પંજાબ કિંગ્સનું સૌથી વધુ બજેટ રૂ. 110.5 કરોડ છે.
રિષભ પંતે ઈતિહાસ રચ્યો
આ વર્ષે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર ઋષભ પંત હવે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સાથે જોડાયો છે. તેને 27 કરોડ રૂપિયા મળ્યા છે અને આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.