Abhishek Sharma and Digvesh Rathi
IPL 2025 માં, હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ . આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરીને 205 રન બનાવ્યા હતા. આ પછી, અભિષેકે હૈદરાબાદ માટે સારી બેટિંગ કરી. પરંતુ મેચ દરમિયાન, તેની અને દિગ્વેશ રાઠી વચ્ચે દલીલ થઈ, જેનો વીડિયો વાયરલ થયો છે.
અભિષેક સાથે ઝઘડ્યા દિગ્વેશ રાઠી
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ માટે દિગ્વેશ રાઠીએ ઇનિંગની 8મી ઓવર ફેંકી. આ ઓવરના ત્રીજા બોલ પર તેણે અભિષેક શર્માને પેવેલિયન મોકલી દીધો. અભિષેક મેચમાં સારી બેટિંગ કરી રહ્યો હતો. લખનૌ માટે આ એક મોટી સફળતા હતી. વિકેટ લીધા પછી દિગ્વેશે પોતાનું સિગ્નેચર સેલિબ્રેશન (નોટબુક સેલિબ્રેશન) કર્યું. આ પછી તેણે અભિષેકને કંઈક ઈશારો પણ કર્યો. પછી અભિષેક ગુસ્સામાં તેની પાસે આવ્યો અને બોલવા લાગ્યો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે દલીલ થઈ. ત્યાં સુધીમાં બીજા ખેલાડીઓ પણ આવી ગયા અને કેપ્ટન ઋષભ પંતે દરમિયાનગીરી કરી. અમ્પાયરોએ પણ તેને ત્યાંથી જવા કહ્યું. આ પછી અભિષેક પેવેલિયન પાછો ફર્યો.
અભિષેક શર્માએ રમી 59 રનની ઇનિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી. તેણે 20 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. વર્તમાન સિઝનમાં તેણે હૈદરાબાદ માટે કુલ 373 રન બનાવ્યા છે.
માર્શ અને માર્કરામે ફટકારી હાફ સેન્ચુરી
લખનૌ સુપર જાયન્ટ્સ માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. મિશેલ માર્શ અને એડન માર્કરામે પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી અને આ ખેલાડીઓએ મોટા સ્કોરનો પાયો નાખ્યો. માર્શે 65 રન બનાવ્યા. જ્યારે માર્કરામે 61 રનનું યોગદાન આપ્યું. નિકોલસ પૂરને 26 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓના કારણે લખનૌની ટીમે 20 ઓવર પછી 205 રન બનાવ્યા.