Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

LSG vs CSK: ધોનીનો રિવર્સ હેલિકોપ્ટર શોટ વાયરલ

LSG vs CSK:  ધોનીનો રિવર્સ હેલિકોપ્ટર શોટ વાયરલ
, શનિવાર, 20 એપ્રિલ 2024 (12:03 IST)
LSG vs CSK: લખનૌ સુપર જાયંટસ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2024નો 34મો મુકાબલો રમાયો. આ મેચનુ આયોજન લખનૌમાં થયુ. જ્યા લખનૌ સુપર જાયંટ્સના કપ્તાન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 176 રન  બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સના ફેંસ માટે આ મેચ વધુ ખાસ તેથી બની ગઈ કારણ કે તેમના સ્ટાર ખેલાડી એમએસ ધોનીએ આ મુકાબલામાં બેટિંગ કરવા માટે આવ્યા અને આવતાની સાથે જ મેદાન ચૈપોકમાં બદલાય ગયુ. એવુ લાગી રહ્યુ હતુ કે સીએસકેની ટીમ પોતાના હોમ ગ્રાઉંડમાં મેચ રમી રહી છે. ચારે બાજુ ધોની ધોનીના નારા હતા. દરેક કોઈ જોવા માંગી રહ્યા હતા ધોનીએ પણ પોતાના ફેંસને નિરાશ ન કર્યા. 

 
ધોનીએ રમી શાનદાર રમત 
લખનૌ સુપર જાયંટસ વિરુદ્ધ એમએસ ધોનીએ બેટિંગ કરતા માત્ર 9 બોલ પર 28 રનની રમત રમી. ધોનીની રમત જોઈને દરેક ફેન ખુશ થઈ ગયો. ધોનીએ આગાઉની મેચમાં પણ 4 બોલ પર 20  રન બનાવ્યા હતા. ધોનીએ આ સીજન ખૂબ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આ મેચમાં એમએસ ધોનીએ બે લાંબી સિક્સર મારી  અને ત્રણ ચોક્કા પણ માર્યા. ધોનીનો એક છક્કો એટલો લાંબો હતો કે તેને જોઈને કોઈપણ કહી શકતુ નહોતુ કે તેઓ 42 વર્ષના છે. તેમણે યશ ઠાકુરની અંતિમ ઓવરમાં 101 મીટર લાંબી સિક્સર મારી. 
 
ધોનીનુ દમદાર ફિનિશ 
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ મેચમાં ખૂબ ધીમી ગતિથી આગળ વધી રહી હતી. દરેક કોઈ રાહ જોઈ રહ્યુ હતુ કે ક્યારે એમએસ ધોની બેટિંગ કરવા માટે આવશે અને ટીમ માટે પોતાની રમત ફિનિશ કરશે.  જેવી ચેન્નઈની છઠ્ઠી વિકેટ મોઈન અલીના રૂપમા પડી કે ધોની મેદાન પર બેટિંગ કરવા આવીગ્યા. એ સમયે ચેન્નઈની બેટિંગ ચાલી રહી હતી તો એવુ લાગી રહ્યુ હતુ કે તેઓ 160 ની આસપાસ સ્કોર બનાવશે. પણ ધોનીએ ફિનિશિંગ ટચ આપીને ટીમને 17ને પાર પહોચાડી દીધો 
 
ધોનીએ રમ્યો 360 ડિગ્રી શૉટ 
એમએસ ધોની મેચના 18મી ઓવરમાં બેટિંગ કરવા માટે આવ્યા. તેમને આગામી ઓવરમાં તેમની સામે મોહસિન ખાન હતા જે ખૂબ શાનદાર બોલિંગ કરી રહ્યા હતા. ધોનીએ તેમને પણ ન છોડ્યા અને તેમની ઓવરમાં પણ પાછળની તરફ એક શાનદાર 360 ડિગ્રી શોટ રમ્યો અને તેમને આ બોલ પર સિક્સર મારી. જો કે ધોની આ પ્રકારના શોટ રમતા નથી  પણ આ શોટ રમીને દરેક કોઈને એવુ લાગ્યુ કે ધોનીની અંદર હજુ ઘણુ ક્રિકેટ બાકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કંગાલી અને હવે કુદરતનો માર, પાકિસ્તાનમાં ભારે વરસાદથી ૮૭ લોકોના મોત, 80 થી વધુ લોકો ઘાયલ