Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

MI vs PBKS: 5 વખતની ચેમ્પિયન ટીમ 5મી મેચ પણ હારી, વિશાળ સ્કોરનો પીછો કરતા 12 રનથી હાર્યુ મુંબઈ

MI vs PBKS: 5 વખતની ચેમ્પિયન ટીમ 5મી મેચ પણ હારી, વિશાળ સ્કોરનો પીછો કરતા 12 રનથી હાર્યુ મુંબઈ
, બુધવાર, 13 એપ્રિલ 2022 (23:16 IST)
IPL 2022માં આ વખતે મુંબઈ ઈંડિયન્સ માટે હજુ સુધી જીતનુ ખાતુ ખુલી શક્યુ નથી. કુલ 5 વારની ટાઈટલ વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનની સતત પાંચમી મેચ હારી ગયું છે. પંજાબ કિંગ્સે MIને 12 રનથી હરાવ્યું છે. તેવામાં 199 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રોહિતની ટીમ 20 ઓવરમાં 186 રન જ કરી શકી હતી. આ દરમિયાન MIના ડેવોલ્ડ બ્રેવિસ (49 રન) અને સૂર્યકુમાર યાદવ (43 રન) ફિફ્ટી ચૂકી ગયા હતા. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો....
 
બ્રેવિસની બેટિંગ
રાહુલ ચહરની 9મી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસે 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. બેબી ABના નામથી પ્રખ્યાત દક્ષિણ આફ્રિકાના બેટરે પોતાની તોફાની બેટિંગના આધારે આ ઓવરમાં 29 રન કર્યા હતા.
 


07:09 PM, 13th Apr
IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મુંબઈની ટીમ તેની તમામ ચાર મેચ હાર્યા બાદ ટેબલમાં તળિયે છે જ્યારે પંજાબની ટીમ ચારમાંથી બે મેચ જીતીને સાતમા સ્થાને છે.

07:08 PM, 13th Apr
રોહિત મુંબઈ માટે ટોપ ઓર્ડરમાં મહત્વપૂર્ણ છે પરંતુ તેના ઓપનિંગ પાર્ટનર્સ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ પણ બેટિંગમાં વધુ જવાબદારી લેવી પડશે જેથી ટીમને મોડું ન થાય. ડેવાલ્ડ બ્રેવિસ પણ અત્યાર સુધી અપેક્ષા મુજબ રમ્યો નથી. જો ટીમને મોટો સ્કોર કરવો હોય અથવા લક્ષ્યનો પીછો કરવો હોય તો ટોપ ત્રણમાં એક બેટ્સમેનને મોટી ઇનિંગ્સ રમવી પડશે.

07:07 PM, 13th Apr
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WhatsApp સીધું જેલભેગા કરાવશે