ચેન્નઈ સુપર કિંગ્સની પાંચ વિકેટ પડી છે. જાડેજા 26 રન બનાવી આઉટ થયો છે. જ્યારે ગાયકવાડ 65 રન બનાવી રમતમાં છે. ચેન્નઈની ટીમે 17.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 108 રન બનાવ્યા છે.
ધોની 3 રન બનાવી આઉટ
ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. મહેંદ્ર સિંહ ધોની માત્ર 3 રન બનાવીને આઉટ થયો છે. ચેન્નઈની ટીમ અત્યાર સુધીમાં કુલ 4 વિકેટ ગુમાવી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. 6 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર 24/4
11:36 PM, 19th Sep
- ચેન્નઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 136 રન જ બનાવી શકી હતી. બ્રાવોએ છેલ્લી ઓવરમાં બે વિકેટ લીધી હતી.
- મુંબઈ ઈન્ડિયન્સે 19 ઓવર બાદ 6 વિકેટે 133 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 24 રન બનાવવાના છે. અત્યારે ક્રીઝ પર સૌરભ તિવારી અને એડમ મિલ્નેની જોડી રમી રહી છે.
10:37 PM, 19th Sep
- 11 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા. સૌરભ તિવારી 17 અને કિરોન પોલાર્ડ 11 રને રમી રહ્યા છે. મુંબઈને જીતવા માટે 82 રનની જરૂર છે. પોલાર્ડ-સૌરભે જાડેજાની ઓવરમાં 13 રન બનાવ્યા હતા.