ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સિઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) આજે મુંબઇ ઈન્ડિયન્સ સાથે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે રોમાંચક મુકાબલો થયો. . આરસીબીના 201 રનના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે પણ 20 ઓવરમાં પાંચ વિકેટે 201 રન બનાવ્યા હતા. પોલાર્ડ 24 બોલમાં 60 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે ઇશાન કિશન છેલ્લી ઓવરમાં 99 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઇ ઇન્ડિયન્સે સુપર ઓવરમાં એક વિકેટ માટે 7 રન બનાવ્યા હતા.
સુપર ઓવરનો રોમાંચ:
રોયલ ચેલેન્જર્સ બેંગલોર: ટાર્ગેટ 8 રન
0.1 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 1 રન
0.2 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન
0.3 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 0 રન
0.4 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 4 રન
0.5 જસપ્રીત બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 1 રન
0.6 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન
મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ- 1 ઓવરમાં 1 વિકેટે 7 રન કર્યા
0.1 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 1 રન
0.2 નવદીપ સૈની ટુ હાર્દિક હાર્દિક: 1 રન
0.3 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 0 રન
0.4 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 4 રન
0.5 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: વિકેટ!
0.6 નવદીપ સૈની ટુ હાર્દિક પંડ્યા: 1 રન (બાય)
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPLની 13માં સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 202 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા કોહલીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન કર્યા. તેમના માટે એબી ડિવિલિયર્સે 24 બોલમાં 55 રન કર્યા, જ્યારે દેવદત્ત પડિક્કલે 54 અને આરોન ફિન્ચે 52 રનનું યોગદાન આપ્યું. શિવમ દુબેએ પણ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા 10 બોલમાં 37 રન કર્યા. દુબે અને ડિવિલિયર્સે 17 બોલમાં 47* રનની ભાગીદારી કરી. RCBએ અંતિમ 7 ઓવરમાં 105 રન માર્યા. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે 2 અને રાહુલ ચહરે 1 વિકેટ લી