. આઈપીએલ સીઝન 2018ની પ્રથમ મેચ શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ગત ચેમ્પિયન મુંબઈની ટીમ ફરીથી જુનુ પ્રદર્શન દોહરાવવાનો પ્રયત્ન કરશે. બીજી બાજુ બે વર્ષ પછી કમબેક કરી રહેલી ચેન્નઈ જીતની સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા માંગશે.
ચેન્નઈ ટીમે આઈપીએલ લીલમી પહેલા પોતાની 2015ની ટીમમાંથી ધોની સુરેશ રૈના અને રવિન્દ્ર જડેજાને રિટેન કર્યા હતા. ચેન્નઈ બે વાર ચેમ્પિયન બનાવનારા ધોની હવે પોતાની ટીમને નવેસરથી શરૂઆત કરશે. જેમા અનેક ફેરફાર દેખાય રહ્યા છે. ધોની સામેભારતની સીમિત ઓવરોની ટીમના ઉપક્પ્તાન રોહિતનો પડકાર રહેશે જેમણે ગયા વર્ષે મુંબઈને ચેમ્પિયન બનાવ્યુ હતુ. મુંબઈએ આ સત્ર માટે રોહિત ઉપરાંત જસપ્રીત બુમરાહ અને હાર્દિક પાંડયાને રિટેન કર્યા હતા. રોહિતના નેતૃત્વમાં ભારતે હાલમાં જ શ્રીલંકામાં આયોજીત ટી 20 મેચોની નિદહાસ ટ્રોફી જીતી હતી