- સન 1921માં ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ માટે આ ઝંડાની રજૂઅત કરવામાં આવી.
- ઈસ. 1931માં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ માટે મંજૂર સ્વરાજ ઝંડો.
- સન 1947થી આ ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો.
આપણા દેશની શાન તિરંગો ઝંડો. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે.
આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ.. પણ ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે સંપૂર્ણ માહિતી હશે. અમે અમારા માટે ત્રિરંગાની સ્ટોરીના રૂપમાં થોડીક માહિતીઓ સ્વતંત્રતા દિવસ પર રજૂ કરી રહ્યા છે.
બાપૂની રજૂઆત સૌ પહેલા દેશના રાષ્ટ્રીય ધ્વજની રજૂઆત 1921માં મહાત્મા ગાંધીએ કરી હતી. જેમા બાપુએ બે રંગના ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ બનાવવની વાત કરી હતી. આ ઝંડાને મછલીપટ્ટનમના પિંગલી વૈકૈયાએ બનાવ્યો હતો. બે રંગોમાં લાલ રંગ હિન્દુ અને લીલો રંગ મુસ્લિમ સમુહનુ પ્રતિનિધિત્વ કરતુ હતુ. વચ્ચે ગાંધીજીનો ચરખો હતો જે એ વાતનો પુરાવો હતુ કે ભારતનો ઝંડો આપણા દેશમાં બનેલ કપડાંથી બન્યો.