આજકાલ ચાઇનીઝ ફૂડનો ડ્રેન્ડ લોકોમાં ખાસ્સો વધી ગયો છે. સામાન્યપણે ચાઇનીઝ ફૂડની બધી રેસિપિમાં કોમન ઇન્ગ્રેડિએન્ટ્સ નાંખવામાં આવે છે જે તેના સ્વાદ માટે જરૂરી હોય છે. તે ભોજનને ટેસ્ટી બનાવે છે સાથે સ્વાસ્થ્યવર્ધક પણ, કારણ કે તેમાં બધા પ્રકારની સીઝનલ શાકભાજી વપરાય છે જે નવી ફ્લેવરમાં લોકોને ઘણી પસંદ પડે છે.
જાણવા જેવું...
- આપણે ત્યાં ચિલી સૉસ, ટોમેટો સૉસ, વિનેગરનો ઉપયોગ લગભગ દરેક ચાઇનીઝ ડિશમાં થાય છે.
- ચાઇનીઝ ફૂડમાં લસણ, આદુ અને લીલા મરચાં પીસીને કે બારીક કાપીને નાંખો.
- ચૉપ્સી માટે નૂડલ્સને બે-ત્રણ વખત ઉભરો આવે ત્યાંસુધી પકાવો. ધ્યાન રાખો કે તે વધુ નરમ ન થઇ જાય.
- કોર્ન ફ્લોપ પણ ચાઇનીઝ ફૂડમાં કોમન ઇન્ગ્રેડિએન્ટ છે જે ગ્રેવીને ઘટ્ટ બનાવે છે.
ખાસકરીને સ્વીટ કોર્ન સૂપ, મનચાઉ સૂપ, હોટ અને સૉર સૂપ, સ્પ્રિંગ રોલ, વેજ મન્ચૂરિયન, પનીર ચિલી, અમેરિકન ચૉપ્સી, હૉટ એન્ડ સૉર સૉસ, ચાઇનિઝ વેજિટેબલ, ગોલ્ડ ફિંગર, સિઝવાન રાઇસ વગેરેમાં તેનો પુષ્કળ ઉપયોગ થાય છે.