દરેક મહિલાને ઘરના કામ કરવું પડે છે. ઘણા કામ માટે તો ઘરમાં મેડ લાગી હોય છે પણ વધારેપણ ઘરોમાં રસોડાના દરેક કામ મહિલાઓ પોતે જ કરે છે. ઘણી વાર જલ્દબાજીમાં દૂધ ઉફાન થઈ જાય છે તો ખૂબ પરેશાની હોય છે . તેથી નાની- મોટી પરેશાનીઓ છે જેને ઓછી કરવા માટે આ કિચન ટિપ્સ તમને જરૂર કામ આવશે.
- દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે.
- દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે.
- ભિંડાની શાક બનાવતા સમયે તેમાં ચિપચિપ આવી જાઅય છે તે માટે તેમાં થોડું લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી નાખો.
- ગરમીમાં કીડીઓના કારણ પરેશાની હોય છે. તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી 1-2 લટકાવી નાખો.
- ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં 1 લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે.