જો તમે પણ સંતરાના છાલટાને બેકાર સમજીને ફેંકી દો છો અમારી આજની ટિપ્સ જાણીને તમે સંતરાના છાલટાને ક્યારેય ફેંકશો નહી પણ તેનો સંગ્રહ જરૂર કરશો
સંતરાની છાલના કેટલાક શ્રેષ્ઠ ઉપયોગો વિશે જણાવતા પહેલા, અમે તમને જણાવી દઈએ કે રસોડું કોઈપણ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે અને રસોડાને સાફ રાખવાનો મતલબ એક નહી અનેક બીમારીઓને ઘરમાંથી દૂર રાખવાનો છે. તેથી જ આજે આ લેખમાં અમે તમને સંતરાની છાલની કેટલીક સહેલી ટિપ્સ અને હેક્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે થોડીવારમાંજ એક નહીં પણ રસોડા ઘણા કાર્યને થોડીક જ મિનિટમાં સરળ બનાવી શકો છો.
સૌ પહેલા જોઈએ કિચન સિંકની સફાઈ વિશે
રસોડામાં સૌથી વધુ જો કશુ ગંદુ રહે છે તો તેમા કિચન સિંકનુ નામ જરૂર સામેલ રહે છે. અનેકવાર સ્વચ્છ કર્યા બાદ પણ સિંક ઓઈલી રહે છે. આવામાં સંતરાના છાલટા દ્વારા તમે સહેલાઈથી તેને સાફ કરી શકો છો. આ માટે ત્રણ ચાર સંતરાના છાલટા દ્વારા સિંકને થોડીવાર માટે સ્ક્રબ કરો. આ છાલટા સિંકને રિફ્રેશ બનાવવાની સાથે જ તેની ચમક પણ કાયમ રાખશે.
શાકભાજીની કરો સફાઈ
આ તો આપણે સૌ જાણીએ છીએ કે બજારમાંથી શાકભાજી લાવ્યા બાદ એકવાર સાફ કરવી કેટલી જરૂરી હોય છે. આવામાં સંતરાના છાલટાને શાકભાજી સાફ કરવામાં પણ વાપરી શકાય છે. આ માટે 1-2 લીટર પાણીમાં ત્રણથી ચાર સંતરાના છાલને નાખી દો અને પાણીને સાધારણ ગરમ કરી દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો શાકભાજી નાખીને થોડીવાર પછી નોર્મલ પાણીથી ધોઈ લો. તેનાથી શાકભાજીના ઉપર રહેલા બેક્ટેરિયાનો નાશ થશે.
ડ્રેન ફ્લાયની સમસ્યા કરો દૂર
ઋતુ કોઈપણ હોય પણ ઉડતા કીડા જરૂર રસોડામાં જોવા મળે છે. આવામાં આ પરેશાનીને દૂર કરવા માટે સંતરાના છાલટાનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે. આ માટે એક લીટર પાણીમાં છાલટા અને એકથી બે ચમચી બેકિંગ સોડાને નાખીને ગરમ કરી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ સિંક અને તેની આસપાસ છાંટી દો. આ મિશ્રણનો ઉપયોગ રસોડાના ડ્રેનેજમાંથી આવનારા કીડાને દૂર ભગાડવા માટે કરી શકાય છે.
વાસણોની કરો સફાઈ
સંતરાના છાલટા વાસણની સફાઈમાં પણ વાપરી શકાય છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણો પર ઓઈલના દાગ પડી જાય છે તો તેને હટાવવા માટે સંતરાના બચેલા છાલટાનો ઉપયોગ કરી શકો છો. છાલટા વાસણો પર ઘસ્યા બાદ તમને અસર જોવા મળશે. સ્ટેનલેસ સ્ટીલ ઉપરાંત પ્લાસ્ટિકના વાસણો કે કાંચના વાસણોને પણ સાફ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
રસોડાના નેપકીન કપડા વગેરેની સફાઈ
આ ઉપરાંત રસોડામાં ઉપયોગમાં લેવામાં આવનારા નેપકીન કે સ્ક્રબની સફાઈ માટે પણ સંતરાના છાલટાનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક લીટર પાણીમાં છાલટા સાથે કપડા ને સ્ક્રબને નાખીને પાણીને સાધારણ ગરમ કરો અને થોડીવાર માટે છોડી દો. થોડીવાર પછી રગડીને સાફ કરી લો.
આ લેખને વાંચ્યા પછી તમે સંતરાના છાલટાને કિચનના એક નહી પરંતુ અનેક કામને થોડી મિનિટોમાં સરળ બનાવી શકો છો. જો તમે પણ સંતરાના છાલટાને બેકાર સમજીને ફેંકી દો છો તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ.
જો તમને અમારી આ ટિપ્સ ગમી હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને આ જ પ્રકારના અન્ય લેખ જાણવા માટે લોગઈન કરો