બાળકોના ટિફિન બૉક્સ હોય કે ભોજન સર્વ કરનારી પ્લાસ્ટીક ક્રાકરી તેના પર જો કોઈ ડાઘ થઈ જાય તો તેની સુંદરતા ખરાબ થઈ જાય છે. પ્લાસ્ટીકના વાસણ ઉપયોગ કરતા લોકો હમેશા આ વાતની શિકાયત કરે છે કે જો તમે પ્લાસ્ટીકના વાસણમાં ભોજનની કોઈ વસ્તુ વધારે સમય માટે રાખીએ તો તેના પર ભોજનની ગંધ અને ડાઘ બન્ને બની જાય છે. જો તમારી પણ આ પરેશાની છે તો આ ટીપ્સ એંડ ટ્રીક્સને અજમાવીને તમે પ્લાસ્ટીકના વાસણ પર લાગેલા ડાઘ અને ગંધ સરળતાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે
પ્લાસ્ટીકના વાસણ પર લાગેલા ડાઘ અને ગંધથી છુટકારો અપાવશે આ ટીપ્સ
સિરકો
પ્લાસ્ટીકના વાસણથી ડાઘ હટાવવા માટે તમે સિરકાના ઉપયોગ કરી તેને પહેલાની જેમ નવુ બનાવી શકો છો. તેના માટે પ્લાસ્ટીકના વાસણ પર સિરકો નાખી થોડી વાર માટે મૂકી દો. થોડીવાર પછી વાસણને
સ્ક્રબથી રગડીને સારી રીતે સાફ કરી લો. આવુ કરવાથી ડાઘની સાથે વાસણથી ભોજનની ગંધ પણ નિકળી જશે અને વાસણ પહેલાની જેમ ચમકી જશે.
બેકિંગ સોડા
પ્લાસ્ટીકના વાસણથી ડાઘ હટાવવા માટે બેકિંગ સોડા પણ કારગર ઉપાય છે. તેના માએ તમે એક વાસણમાં ગર્મ પાણી ભરીને તેમાં 3-4 ચમચી બેકિંગ સોડા નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે આ પાણીમાં
થોડીવાર તમારા ગંદા પ્લાસ્ટીકના વાસણ નાખી છોડી દો. આશરે અડધા કલાક પછી આ વાસણને સ્ક્રબથી રગડીને સાફ પાણીથી ધોઈ લો. તમારા વાસણ પહેલાથી જેમ ચમકી જશે.
ક્લોરીન બ્લીચ
પ્લાસ્ટીકના વાસણથી ડાઘ હટાવવા માટે તમે લિક્વિડ ક્લોરીન બ્લીચનો ઉપયોગ પણ કરી શકો છો. બ્લીચથી પ્લાસ્ટીકના વાસણ પર લાગેલા ડાઘ સાફ કરવા માટે તમે બ્લીચ અને પાણીનો એક મોશ્રણ તૈયાર
કરો તેમાં પ્લાસ્ટીકના વાસણ અડધા કલાક માટે મૂકી દો. એક કલાક પછી વાસણને કાઢી સાફ પાણીથી તે ધોઈ લો. તમારા વાસણ પહેલાથી જેમ ચમકી જશે.