Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કિચન સિંક ભરાઈ ગયુ છે પાણી, આ ટિપ્સથી તરત દૂર થશે પરેશાની

clogged kitchen sink home remedy
, મંગળવાર, 11 જુલાઈ 2023 (16:17 IST)
clogged Kitchen sink Home remedy - kitchen sink cleaning Tips: વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં ખાવા-પીવા કે કોઈ વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. તેને સરળતાથી સાફ કરી શકાય છે. 
Simple Kitchen Hacks: આજકાલ વધારેપણુ ઘરોમાં રસોડામાં વાસણ ધોવા માટે સિંક હોય છે. તેનાથી એક બાજુ વાસન ધોવા સરળ થાય છે. તેમજ ઘણી વાર પરેશાનીઓ પણ આવે છે. વધારેપણુ કિચનમાં એક સમસ્યા ખૂબ સામાન્ય છે અને તે છે સિંકનો ભરી જવુ. હકીકતમાં વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં  ખાવા-પીવા કે કોઈ 
 
વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. જો તમારા રસોડામાં પણ આ સમસ્યા આવે છે તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને રસોડા સાફ કરવાની કેટલીક સરળ ટ્રિક્સ અને ટિપ્સ જણાવી રહ્યા છે. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે કિચનના સિંકને સાફ કરી શકો છો. તેના માટે તમે એક કપ ગરમ પાણીમાં 1-2 ચમચી બેકિંગ સોડા કે લીંબુનો રસ મિક્સ કરી પાઈપમાં નાખી દો. થોડી વાર પછી પાણીથી તેને સાફ કરી લો. આવુ કરવાથી તેની દુર્ગંધ પણ દૂર થઈ જશે. ચીકાશ પણ ઓછી થઇ જશે અને ગંદકી પણ સાફ થાય છે.
 
ઈનો અને લીંબુ 
કિચનના સિંકને સાફ કરવા માટે ઈનો અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીંબુના રસમાં એક પેકેટ ઈનો નાખી મિશ્રણ બનાવી લો. તેને સિંકના પાઈપમાં નાખો. થોડી વાર પછી સિંકને પાણીથી ધોઈ લો. આવુ કરવાથી પણ સિંકનો પાઈપ સાફ થઈ જશે અને દુર્ગંધ પણ નહી રહેશે. 
 
ખાવા પીવાની વસ્તુ ન જવા દો 
જો સિંકના પાઈપ વાર -વાર બ્લૉક થાય છે તો તમને થોડો સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ ઘણી વાર કોઈ કારણોસર સિંક ભરાઈ જાય છે અને તેમનું સામાન્ય કારણ વાસણ ધોતી વખતે સિંકમાં કચરો પડવો અથવા ખોરાક ફસાઈ જવો વગેરે.

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વધતી જતી જનસંખ્યા - ભારતની સમસ્યા વસ્તીવિસ્ફોટ -વિશ્વની ગંભીર સમસ્યા