સુકા મેવા મતલબ કાજૂ, બદામ, અખરોટ અને કિશમિશ કૈલોરી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પણ આ ખૂબ ગરમ હોય છે. જો તમને બદામ ખાવી પસંદ છે તો તમે આ વાતનુ ધ્યાન રાખવુ પડશે કે બદામ પલાળીને ખાવામાં આવે કારણ કે પલાળેલા બદામ સ્વાદમુજબ જ નહી પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ કાચા બદામથી વધુ સારા રહે છે.
બદામને આપણા સ્વાસ્થ્યપ્રદ લાભ માટે ખાવામાં આવે છે. તેનાથી યાદગીરી પણ તેજ થાય છે. બદામમાં વિટામિન ઈ, ઝિંક, કેલ્શિયમ અને ઓમેગા-3 ફૈટી એસિડથી ભરપૂર હોય છે. પણ આ બધા પોષક તત્વોને અવશોષિત કરવા માટે બદામને ખાતા પહેલા રાત્રે પલાળવી જોઈએ.
બદામ પલાળીને કેમ ખાવી જોઈએ ?
- બદામને પલાળીને ખાવા પાછળ એ કારણ છે કે બદામના સોનેરી રંગના બદામી રંગના છાલટામાં ટનીન હોય છે
જે તેના પોષક તત્વોને અવશોષિ કરવાથી રોકે છે.
- પલાળેલી બદામ પાચનમાં પણ મદદ કરે છે. આ લાઈપેજ નામના એંજાઈમની જાહેરાત કરે છે જે વસા માટે ફાયદાકારી હોય છે. આ ઉપરાંત પલાળેલી બદામ આપણા સ્વાસ્થ્ય માટે અન્ય અનેક પ્રકારના ફાયદા કરી શકે છે.
- બદામ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમા મોનોઅનસેચુરેટેડ ફૈટ તમારી ભૂખને રોકવા અને તેને પુર્ણ અનુભવવામાં મદદ કરે છે.
- પલાળેલા બદામમાં વિટામિન B17 અને ફોલિક એસિડ કેસર સામે લડવા અને જનમદોષ માટે મહત્વપૂર્ણ હોય છે.
- ભારતમાં સૌથી સામાન્ય બીમારીઓમાંથી કોલેસ્ટ્રોલની સમસ્યા પણ છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ હ્રદયરોગ અને દિલની
ધમનીઓમાં અવરોધ સહિત અનેક રોગોનુ એક કારક છે. આ સમસ્યા માટે બદામ તમારી મદદ કરી શકે છે. બદામ
- શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રાને વધારવામાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં ખૂબ મદદરૂપ હોય છે.
- બદામ હાઈ બ્લડ પ્રેશર માટે પણ સારી હોય છે. બદામનુ સેવન કરવાથી બ્લડમાં અલ્ફા ટોકોફેરોલની માત્રા વધી જાય છે જે કોઈના પણ બ્લડપ્રેશરને કાયમ રાખવા માટે મહત્વપુર્ણ હોય છે.
- રાત્રે પાણીમાં પલાળીને સવારે છાલટા ઉતારીને ખાવી વાંચનારા બાળકો માટે ફાયદાકારી છે. તેનાથી સ્મરણ શક્તિ ઝડપી હોય છે.
- બદામ જમ્યા પછી શુગર અને ઈંસુલિનનુ લેવલ વધતા રોકે છે. જેનાથી ડાયાબિટીસથી બચી શકાય છે.