લોકો હંમેશા નાની નાની પરેશાનીઓને અનદેખી કરે છે. જેમકે વારેઘડીએ પેશાબ આવવી. દિવસમાં 4-5 વાર પેશાબ આવે છે તો આ એક નાર્મલ વાત છે પણ જ્યારે આ 8-10 વાર યુરીન આવે તો આ બીમારીનું કારણ પણ હોઈ શકે છે. જેમાંથી એક છે ડાયબિટીઝ. જો તમને પણ આવી પરેશાની છે તો ડાકટરી તપાસ જરૂર કરવી જોઈએ. પણ તેની સાથે સાથે તમે કેટલાક ઘરેલૂ ઉપાયથી પણ વારેઘડીએ આવતી પેશાબની પરેશાનીથી રાહત મેળવી શકો છો.
1. દહીં
દહીંમાં રહેલ પ્રોબાયોટિક બ્લેડર હોય છે જે ખતરનાક બેક્ટીરિયાને વધવાથી રોકે છે. તેને દરરોજ ભોજનની સાથે ખાવું જોઈએ. તેનાથી વાર-વાર મૂત્ર આવવાની સમસ્યાથી રાહત મળશે.
2. તલના બીજ
આ સમસ્યાને ઓછી કરવા માટે તલના દાણાની સાથે ગોળ અને અજમાનું સેવન કરવું જોઈએ.
3. વધારે પાણી પીવું
તમે કેટલું વધારે પાણી પીશો તમારું શરીર એટલું જ વધારે હાઈટ્રેટ રહેશે તેથી દર રોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
4. મધ અને તુલસી
વારેઘડીએ આવતી યુરીનથી રાહત મેળવા માટે 1 ચમચી મધની સાથે 3-4 તુલસીના પાનને મિક્સ કરી ખાલી પેટ ખાઈ લેવા... .
5. કુલ્થી
થોડી કુલ્થીને ગોળ સાથે દરરોજ સવારે લેવાથી યૂરિનની પરેશાનીથી રાહત મેળવી શકાય છે.
6. દાડમ
દાડમના છાલટાને વાટીને તેમાં 5 ગ્રામ પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો.તેનાથી વારેઘડીએ પેશાબ થવી ઓછી થઈ જાય છે.
7. મેથી
જેને વારેઘડી મૂત્ર આવવાની સમસ્યા હોય તેને મેથી પાઉડરને સૂકી આદું અને મધ મિક્સ કરી પાણી સાથે દિવસમાં બે વાર પીવું જોઈએ. તેનાથી લાભ મળશે