પોતાની મીઠાસ અને સ્વાદની સાથે સાથે અનાનસ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે. ડોક્ટર અનેક બીમારીઓમાં દર્દીઓના ઈલાજના રૂપમાં અનાનસ ખાવાની સલહ આપે છે. અનાનસ શરીરમાં ઈમ્યુનિટી વધારે છે. તેનુ સેવન કરવાથી પેટ સાથે જોડાયેલ બીમારીઓ દૂર રહે છે. શારીરિક રૂપથી વજની વ્યક્તિનુ વજન જલ્દી ઓછી કરવામાં અનાનસની મુખ્ય ભૂમિકા હોય છે. તેમા પ્રચુર માત્રામાં વિટામિન સી જોવા મળે છે. અનાનસનુ સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. આ વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. આ પાચન શક્તિને પણ વધારે છે.
આ છે અનાનસના ફાયદા
- અનાનસમાં એંટી કેંસર એજંટ હોય છે. અનાનસનુ નિયમિત રૂપે સેવન કરવાથી કેંસરનો ખતરો નહીવત જેટલો રહે છે.
- અનાનસમાં બ્રોમલિન જોવા મળે છે. બ્રોમલિન એવુ એંજાઈમ છે જે સાંધાના દુખાવા કે સૂજનને ઘટાડે છે.
- અનાનસમાં ફાઈબર હોય છે. તેમા મેગ્નેશિયમ પણ જોવા મળે છે. આ સાથે જ વીટા કૈરોટિન, થાઈમીન પણ હોય છે.
- અનાનસ હાડકાને મજબૂત કરે છે સાથે જ આ શરીરમાં ઈમ્યુનિટી પણ વધારે છે.