baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જીરાનું પાણી અને મધ મિક્સ કરી પીવાથી થાય છે આ ફાયદા

cumin
, બુધવાર, 12 જુલાઈ 2017 (16:26 IST)
આ ઉપાય છે જીરાનું  પાણી અને મધના, જે તમારા શરીરના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે. જીરાનું પાણી અને મધને મિક્સ કરી પીવાથી તમને થશે આ 7 લાભ પહેલા આવો જાણીએ  એને બનાવવાની વિધિ અને પછી જાણીએ એના અમૂલ્ય લાભ વિશે 
જરૂરી સામગ્રી- 2 ચમચી જીરું, 2 ચમચી મધ , 1 કપ પાણી 
 
બનાવવાની રીત- એક કપ પાણી પેનમાં ઉકાળો પછી એમાં 2 ચમચી જીરુ  નાખી 5 મિનિટ ઉકાળો પછી એને એક કપમાં ગાળી લો અને એમાં 2 ચમચી મધ મિક્સ કરો. પીણું તૈયાર છે. 
 

શરીર ડિટાક્સ 
આ પેયને પીવાથી તમારા શરીરમાંથી દૂષિત પદાર્થ, તમારા લોહી, મળ અને પેશાબના રસ્તે બહાર નીકળી જશે. આથી તમારા શરીરને જલ્દી કોઈ રોગ નહી થાય. 
cumin

પેટ રહેશે હમેશા દુરૂસ્ત 
એને પીવાથી પેટમાં ભોજન પચવાવાળુ જ્યૂસ બને છે, જે પેટ હમેશા તંદુરસ્ત  રાખે છે. 
cumin

કબજિયાત  નહી થાય 
જો તમને કબજિયાત છે તો  રોજ પીવો કારણકે એનાથી તમારુ  પેટ સારી રીતે સાફ થઈ જશે. 
cumin

કેસરથી બચાવે 
જીરામાં એક કલ્પાઉંડ હોય છે જેનું નામ cuminaldehyde  છે અને આ શરીરમાં કેંસર વાળા સેલ્સને બનવાથી રોકે છે. 
cumin

બ્લ્ડપ્રેશર  નિયંત્રિત બનાવે
જીરાના પાણીમાં ઘણા પોટેશિયમ હોય છે જે શરીરમાં ઈલેસ્ક્ટ્રોસાઈફને બેલેંસ કરે છે. આ કારણે બ્લ્ડપ્રેશર નિયંત્રિત રહે છે. 
cumin

અસ્થમા કંટ્રોલ કરે 
આ ડ્રિંક મ્યૂક્સ મેંબરેનમાં સોજા આવવાથી રોકે છે એના કારણે અસ્થમા અટેક કંટ્રોલમાં રહે છે.
cumin

 એનીમિયાથી બચાવે 
જીરાનું  પાણી અને મધ બન્ને જ વસ્તુઓમાં આયરન વધારે માત્રામાં હોય છે આથી આ મિશ્રણ લોહીમાં આયરનની ઉણપને પૂરી કરી એનીમિયાથી બચાવે છે.   
cumin

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદમાં ભીના કપડાને સુકાવાના સરળ ઉપાય