Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર - કસરત વગર જાડાપણું ઘટાડવા આટલુ કરો

Webdunia
મંગળવાર, 7 માર્ચ 2017 (00:01 IST)
જાડાપણુ શરીર માટે બીમારીનુ ઘર હોય છે. જાડાપણુ શરીરમાં જમા થનારી વધારાની ચરબી હોય છે. જેનાથી વજન વધી જાય છે. અને આ જાડાપણુ અનેક બીમારીઓનુ ઘર બને છે. જાડાપણાનો મતલબ છે. શરીરમાં ઘણી ચરબી એકત્ર થવી. જ્યારે કે વધુ વજનદાર થવાનો મતલબ છે વજનનુ સામાન્ય થી વધુ હોવુ. 
 
જે વ્યક્તિનો  BMI મતલબ બોડી માસ ઈંડેક્સ 25 થી 29.9 ની વચ્ચે હોય છે તેને ડોક્ટરી ભાષામાં ઓવરવેટ કે વધુ વજનદાર કહેવામાં આવે છે. બીજી બાજુ જ્યારે  BMI 30 કે તેનાથી વધુ હોય છે તો તેને જાડાપણુ કહેવામાં આવે છે. જાડાપણુ ઘટાડવા માટે ખાવા-પીવામાં સુધારો કરવો જરૂરી છે. 
 
કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ એવી છે જેના સેવનથી વજન નિયંત્રિત રહે છે. જાડાપણુ ઓછુ કરવા માટે આમ તો ખાનપાન પર કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. કેટલીક કસરત અને યોગના આસનોને પણ નિયમિત કરી જાડાપણા પર કંટ્રોલ કરી શકાય છે. સાથે જ કેટલીક પ્રાકૃતિક વસ્તુઓને રોજ અપાનાવીને તમે જાડાપણું ઓછુ કરી શકો છો. જો તમે વજન ઓચુ કરવા માટે ખૂબ મહેનત નથી કરી શકતા તો આ નાના-નાના ઉપાયો કરીને તમએ વધતા વજનને ઓછુ કરી શકો છો. 
 
- જમ્યા પછી ગરમ પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે. પણ જમ્યા પછી લગભગ પોણો કલાક પછી એક ગ્લાસ પાણીનું સેવન કરવુ જોઈએ. 
- કાચા કે પાકા પપૈયાનુ સેવન ખૂબ કરવુ જોઈએ. તેનાથી શરીરમાં વધારાની ચરબી જામતી નથી અને વજન ઝડપથી ઘટે છે. 
- દહીનુ સેવન કરવાથી શરીરની ફાલતુ ચરબી ઘટી જાય છે. છાશનું પણ સેવન દિવસમાં બે-ત્રણ વાર કરવુ લાભદાય છે 
- નાની પીપળનુ બારીક ચૂરણ વાટીને તેને કપડાથી ચાળી લો. અ ચૂરણ ત્રણ ગ્રામ રોજ સવારે છાશ સાથે લેવાથી બહાર નીકળેલુ પેટ અંદર થઈ જાય છે. 
-ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવો તેનાથી પેટ સારુ રહેશે અને જાડાપણું દૂર થશે. 
- ગ્રીન ટીમાં એંટીઓક્સીડેટ જોવા મળે છે. જે જાડાપણું ઘટાડવાની સાથે સાથે ચહેરા પરની કરચલીઓ પણ દૂર કરે છે. ગ્રીન ટી ખાંડ વગર પીવાથી તેનો ફાયદો જલ્દી થાય છે. 
- એપલ સાઈડર વિનેગરને પાણી કે જ્યુસ સાથે મિક્સ કરીને પીવાથી જાડાપણું ઓછુ થાય છે. આ પાચન તંત્રને યોગ્ય રાખે છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછુ કરે છે.  
- એક રિસર્ચ મુજબ વજન ઓછુ કરવાનો સૌથી સારો ઉપાય છે મરચું ખાવુ. લીલા કે કાળા મરચામાં રહેલા તત્વ કૈપ્સાઈસિનથી ભૂખ ઓછી થાય છે. આનાથી ઉર્જાની ખપત પણ વધી જાય છે. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. 
- રોજ સવાર સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને પીવો. આ મિશ્રણને પીવાથી શરીરમાંથી વસાની માત્રા ઓછી થાય છે. 
- રોજ કોબીજનુ જ્યુસ પીવો. કોબીજમાં ચરબી ઘટાડવાના ગુણ હોય છે. તેનાથી શરીરનુ મેટાબોલિજ્મ સારુ રહે છે. 
- સવારે ઉઠતા જ 250 ગ્રામ ટામેટાનો રસ 2-3 મહિના સુધી પીવાથી વસામાં કમી આવે છે. 
- એક ચમચી ફુદીનાના રસને 2 ચમચી મધમાં મિક્સ કરીને લેતા રહેવાથી જાડાપણું ઓછુ થાય છે.  

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

આગળનો લેખ
Show comments