મેહંદીનુ નામ આવતા જ તમારા મગજમાં હાથ પર રચાયેલી સુંદર ડિઝાઈન કે પછી સફેદ વાળને છુપાવવા માટે વાપરવાની જ યાદ આવશે. મેહંદી તહેવારોમાં રચાવવા અને વાળને રંગવાનુ કામ તો કરે જ છે સાથે જ તેના અનેક ઔષધીય ગુણ પણ છે. જે અનેક શારીરિક સમસ્યાઓનુ સમાધાન કરવામાં સહાયક છે.
જો મેંહદીને નખ પર લગાવવામાં આવે તો નખની ચમક વધી જાય છે અને જો કોઈ બર્નિંગ ફીટ સિન્ડ્રોમથી પરેશાન છો, મેહંદીનો લેપ તાળુઓમાં સતત લગાવવામાં આવે તો થોડાક જ દિવસોમાં સમસ્યાઓ અંત થઈ જાય છે.
-શાહજીરુ અને મેહંદીના બીજને સાથે મિક્સ કરીને વાટવામાં આવે અને તેમા સિરકો કે પાણી મિક્સ કરીને તેનો લેપ તૈયાર કરી માથા પર 20 મિનિટ લગાવવામાં આવે તો માથાનો દુખાવો અને માઈગ્રેનમાં આરામ મળે છે.
- મેહંદી વાળ માટે ઉત્તમ છે. તે વાળ ખરવા પણ ઘટાડે છે. જો કપડા અને પુસ્તકોનનો કબાટમાં તેના સૂકા પાન મુકવામાં આવે તો ઉધઈ પડતી નથી. જો જાનવરોના મળમાં વારેઘડીએ લોહી આવતુ હોય તો મહેંદીના પાન ખવડાવવાથી આરામ મળે છે.
- મહેંદીના પાન ચાવવાથી મોઢાના ચાંદા ઠીક થાઈ જાય છે.
- મહેંદીના પાનને સારી રીતે વાટીને તેનો લેપ તમારા પગના તળિયે અને હાથમાં લગાવો. તેનાથી તમને હાઈબીપીમાં ફાયદો મળશે.
- કમળાને ઠીક કરવા માટે રાત્રે બસો ગ્રામ પાણીમાં સો ગ્રામ મેહંદીના પાનને વાટીને પલાડી દો. સવારના સમણે તેને ગાળીને પીવો. આ ઉપાયને લગભગ એક અઠવાડિયા સુધી નિયમિત કરો. મેહંદીના ઝાડની છાલનો કાઢો બનાવીને તેનુ નિયમિત સેવન કરવાથી ચામડીની દરેક પ્રકારની બીમારી ઠીક થઈ જાય છે.