Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home Remedies - અસ્થમા પર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચારો

ઘરેલુ ઉપચાર
દમાનો કોઇ કાયમી ઇલાજ નથી પણ તેના પર નિયંત્રણ અચૂક કરી શકાય છે જેથી દમાથી પીડાતી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે. દમા અર્થાત્ અસ્થમાનો હુમલો થવાથી શ્વાસનળી સંપૂર્ણપણે બંધ થઇ શકેછે જેનાથી શરીરના મહત્વપૂર્ણ અંગોમાં ઓક્સિજન પહોંચવાનું બંધ થઇ જાય છે. ચિકિત્સાની દ્રષ્ટિએ આ એક મુશ્કેલીભરી સ્થિતિ છે. દમાના હુમલાથી દર્દીનું મૃત્યુ થઇ શકે છે. આમ તો દમાનો ઉપચાર ડોક્ટરી સલાહ-સૂચનથી કરવો યોગ્ય રહેશે પણ તેને કન્ટ્રોલ કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપચારો પણ છે જે બહુ લાભદાયક છે.

જેમ કે...

1. મધ એક સૌથી સરળ ઘરેલું ઉપચાર છે જે અસ્થમાના ઇલાજ માટે વપરાય છે. અસ્થમાનો હુમલો થતાં મધવાળા પાણીનો નાસ લેવાથી ઝડપથી રાહત મળે છે. આ સિવાય દિવસમાં ત્રણવાર એક ગ્લાસ પાણી સાથે મધ મિક્સ કરી પીવાથી બીમારીમાંથી રાહત મળે છે. મધ કફનો ઇલાજ કરે છે અસ્થમાની પરેશાની સર્જે છે.
ઘરેલુ ઉપચાર

2. એક કપ ઘસેલા મૂળામાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરી 20 મિનિટ સુધી ગરમ કરો. આ મિશ્રણને રોજ એક-એક ચમચી કરીને ખાઓ. આ ઇલાજ બહુ અસરદાર છે.

3. આખી રાત એક ગરમ પાણીવાળા ગ્લાસમાં સૂકા અંજીર પલાળી રાખો. સવાર થતાં જ ખાલી પેટ તે ખાઇ જાઓ. આમ કરવાથી પણ કફ દૂર થશે અને ઇન્ફેક્શનમાં રાહત મળશે.
ઘરેલુ ઉપચાર

4. કારેલા, જે અસ્થમા માટે અસરકારક ઇલાજ છે. તેની એક ચમચી પેસ્ટને લઇને મધ અને તુલસીના પાંદડાના રસ સાથે મિક્સ કરી ખાઓ. આનાથી શરીરની અંદરની એલર્જીમાં બહુ રાહત મળે છે.

5. અંદરની એલર્જીને દૂર કરવા માટે મેથી પણ બહુ અસરકારક છે. એક ગ્લાસ પાણી સાથે મેથીના કેટલાક દાણાને ત્યાંસુધી ઉકાળો જ્યાંસુધી પાણી એક તૃતિયાંશ ન થઇ જાય. હવે આ પાણીમાં મધ અને આદુનો રસ મિક્સ કરો. આ રસને દિવસમાં એકવાર પીવાથી અચૂક રાહત મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ટૂંકી વાર્તા : પુરૂષ મન