Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Health Tips: રોજ સવારે પીવો ધાણાનુ પાણી, આ શારીરિક સમસ્યાઓથી મળશે છુટકારો

Coriander water
, સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (18:16 IST)
ભારતીય રસોઈમાં ધાનાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. ધાણાન્નો સ્વાદ અને સુગંધ અનેક રીતે પ્રયોગમાં લેવામાં આવે છે. ચાહો તો ધાણાના પાનની ચટણી બનાવવી હોય કે પછી કોઈ શાકને ધાણાના પાનથી ગાર્નિશ કરવુ હોય. શાક મસાલાના રૂપમાં પણ ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે.  ધાણા સ્વાદ અને સુગંધની સાથે જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી અનેક બીમારીઓથી બચાવ થઈ શકે છે. આરોગ્યપ્રદ રએહ્વા માટે રોજ લીલા ધાના કે ધાણાના બીજનુ સેવન કરવુ લાભદાયક છે. થાએરોઈડ અને વજન ઓછુ કરવા જેવી સમસ્યાઓમાં ધાના રામબાણનુ કામ કરે છે.  ધાણાના સેવન કરવાની એક બેસ્ટ રીત છે રોજ સવારે ધાણાના પાણીને ખાલી પેટ પીવુ. ચાલો જાણીએ ખાલી પેટ ધાણાનુ પાણી પીવાના શુ છે ફાયદા અને તેનુ સેવન કરવાની યોગ્ય રીત. 
 
 ધાણાનુ પાણી પીવાના ફાયદા 
 
પાચનમાં સુધારો - ધાણાનુ પાણી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવાનુ કામ કરે છે. રોજ ધાણાના પાણીનુ સેવન શરીરના પાચન અગ્નિને નિયંત્રિત કરી શકે છે.  જેનાથી પેટમાં એસિડિટીનુ સ્તર વધવાથી રોકે છે. પેટનો દુખાવો, બળતરા અને ગેસ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. 
 
વજન ઘટે છે. 
 
જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો ધાણાના પાણીને ડાયેટમાં સામેલ કરો. ધાણા પાણીમાં એવા તત્વો હોય છે જે મેટાબોલિજ્મની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.  તેનાથી શરીરમાં જમા ફૈટ ઓછુ થવા માંડે છે અને ઝડપથી વજન ઓછુ થવા માંડે છે.  
 
થાઈરોઈડની સમસ્યામાં લાભકારી 
 
થાઈરોઈડના દર્દીઓએ પણ ધાણાનુ પાણી રોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. થાઈરોઈડની કમી હોય કે વધુ બંનેમાં લાભકારી છે. ધાણામાં જોવા મળતા ખનીજ અને વિટામિન થાઈરોઈડ હાર્મોનને વિનિયમત કરવામાં મદદ કરે છે. 
 
ઈમ્યુનિટી વધે છે 
 
ધાણાનુ પાણી પીવાથી ઈમ્યુનિટી લેવલ વધે છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ શરીરમાં ફ્રી રેડિકલ્સને ઓછા કરે છે. જે અનેક બીમારીઓ સામે લડવામા મદદ કરે છે. 
 
વાળની મજબૂતી 
 
ધાણામાં વિટામિન કે, સી અને એ ભરપૂર હોય છે. ધાણાનુ પાણીનુ સેવન કરવાથી વાળ મજબૂત બનવા સાથે ઝડપથી તેનો ગ્રોથ પણ થાય છે. રોજ ધાણાનુ પાણી પીવાથી વાળનુ ખરવુ અને તૂટવુ ઓછી થાય છે. આ ઉપરાંત ધાણાનુ તેલ અને હેયરમાસ્કની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નસોની હેલ્થ માટે લાભકારી છે આદુ, High BPના દર્દીઓએ જરૂર કરવુ જોઈએ તેનુ સેવન જાણો કેમ