Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતના આ ગામમાં 200 વર્ષથી હોળી પ્રગટાવતી નથી

Holika Dahan 2024
, રવિવાર, 24 માર્ચ 2024 (12:01 IST)
Holi હોળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 
 
બનાસકાંઠના ડીસા તાલુકાના ગામમાં હોળી ઉજવવામાં આવતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવતી નથી. હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.
 
જ્યાં આજથી 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવતી હતી. 200 જેટલાં વર્ષો પહેલાં હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને તે આગમાં ગામના અનેક ઘરો બળીને રાખ થઇ ગયા હતા.
 
હોળી નહિ મનાવાનું નક્કી કરતાં છેલ્લ 200 જેટલા વર્ષોથી રામસણ ગામમાં હોળી મનાવતા નથી. હોળીના પર્વની 212 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી. 
 
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે, ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી.
 
આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. હોળી પર્વ પર ગામમાં ભયંકર આગ લાગી હતી  આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે, આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે.
 
દુર્ગાપુર, ઝારખંડ
ઝારખંડમાં એક એવી જગ્યા પણ છે જ્યાં હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. આ જગ્યાનું નામ દુર્ગાપુર છે. એવું માનવામાં આવે છે કે આ ગામમાં 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજાના પુત્રનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ હોળીની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરંતુ ગામના લોકો હોળીના તહેવારની ઉજવણી કરવા પડોશના ગામમાં જાય છે.

 
રૂદ્રપ્રયાગ
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ત્રણ ગામ ક્વિલી, કુરખાન અને જૌડલામાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંની દેવી ત્રિપુરા સુંદરીને ઘોંઘાટ પસંદ નથી.
 
તમિલનાડુ
 
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પણ હોળી ઉજવાતી નથી. હોળીના દિવસે લોકો માસી માગમનો તહેવાર ઉજવે છે.  આ એક સ્થાનિક તહેવાર છે. 

Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Holi Special Beauty Tips: હાથમાં લાગેલા હોળીના રંગ દૂર કરવા અજમાવો આ ઘરેલૂ ઉપાય