Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગંગા દશમી - સાત જન્મોનું પુણ્ય મેળવવા માટેનો શુભ દિવસ

hindu dharm
, બુધવાર, 16 જૂન 2021 (10:35 IST)
શાસ્ત્રાનુસાર જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગા દશહરા કહે છે. જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગાજીનો જન્મ દિવસ ઉજવાય છે. સ્ક્નંદપુરાણ  અને વાલ્મીકિ રામાયણ મુજબ આજના દિવસે  મહારાજ ભાગીરથના  કઠોર તપથી પ્રસન્ન થઈને સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાજી આવ્યા હતા. 
ગંગા પૂજન ઉત્સવ એટલે ગંગા દશેરાના સમયે સ્નાન , દાન ના રૂપાત્મક વ્રત હોય છે. સ્કંદ પુરાણમાં લખ્યું કે  એમાં સ્નાન અને દાન તો ખાસ રૂપથી કરો. કોઈ પણ નદી પર જઈને અર્ધ્ય (પૂજા) અને તિલોદેક જરૂર કરો. આજના દિવસે જે  ગંગા જી કે બીજા કોઈ પવિત્ર નદી પર સપરિવાર સ્નાન માટે જઈ શકે તો સર્વશ્રેષ્ઠ છે . જો શક્ય હોય તો ગંગાજળને સામે રાખી ગંગાજીની પૂજા આરાધના કરી શકાય છે. આ દિવસે જપ -તપ દાન, વ્રત - ઉપવાસ ,અને ગંગાજીની પૂજા કરતા બધા પાપ મૂળથી કપાઈ જાય છે. એવી માન્યતા છે. 

                                                              આગળ વાંચો શું દાન અને પૂજન  વિધિ.............................. 

એમ જ પરિવારના દરેક સભ્યના હિસાબે સવા સેર ચૂરમો બનાવીને સાધુ , ફકીર અને બ્રાહ્મણોમાં વહેચવાનો પણ રિવાજ છે. બ્રાહ્મણોને મોટી માત્રામાં અનાજને દાનના રૂપમાં આજના દિવસે અપાય છે. આજના જ દિવસે કેરી ખાવાનું અને કેરી દાન કરવાનું પણ ખાસ મહ્ત્વ છે. ધ્યાન રાખો કે દશમીના  દિવસે શ્રદ્ધાળુ જે પણ વસ્તુનું  દાન કરે એની સંખ્યા દસ હોવી જોઈએ. જે વસ્તુથી પૂજા કરે એની સંખ્યા પણ દસ હોવી જોઈએ. આવું કરવાથી શુભ ફળોમાં વધારે વૃદ્ધિ થાય છે. માન્યતા છે કે ગંગા દશેરાના દિવસે ગંગામાં કરેલ સ્નાન અને દાનથી સાત જન્મોનું  પુણ્ય મળે છે. 
hindu dharm
ગંગા દશેરાના દિવસે જે પણ માણસ પાણીમાં ગંગા જળ મિક્સ કરી ગંગા મંત્રના દસ વાર જાપ કરતા સ્નાન કરે છે , ભલે પછી એ દરિદ્ર હોય, અસમર્થ હોય એ પણ ગંગાને પૂજા કરી પુણ્ય  ફળ મેળવે છે. 
 
ગંગા મંત્ર - ઓમ નમો ભગવતી હિલિ હિલિ મિલિ મિલિ ગંગેમાં પાવય પાવય સ્વાહા!! 

ॐ नमो भगवती हिलि हिलि मिलि मिलि गंगे मां पावय पावय स्वाहा॥ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતા નર્મદાની જન્મ કથા