એક નવા અધ્યયનથી દ્વારા જાણવા મળ્યું છે કે રેડ વાઈનની અંદર મળી આવતું કેમિકલ 'રેસવરાટ્રાલ' મહિલાઓની અંદર સામાન્ય રીતે થતી બિમારી સ્તન કેંસરને દૂર કરવા માટે આ મદદરૂપ છે. આ અધ્યયન વોશિંગ્ટનના નેબ્રાસ્કા વિવિના મેડિકલ સેંટરમાં થયું છે જેને એપીએલ ઈંસ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઈન કેંસર એંડ એલાઈડ ડિસીજેજમાં પ્રોફેસર ઈલિયેનોર જી.રોગને કર્યું છે.
તેમણે જણાવ્યું કે કેમિકલ તે સેલ્યુલર ક્રિયાઓને પ્રભાવિત કરે છે જે મહિલાઓની અંદર સ્તન કેંસર માટે જવાબદાર હોય છે. રેસવરાટ્રાલમાં થોડાક એવા તત્વો હોય છે જે મહિલાઓનાં શરીરમાં એસ્ટ્રોજન ડીએનએને બનવાથી રોકી દે છે.
એસ્ટ્રોજન જ તે મુખ્ય કારણ છે જે મહિલાઓમાં સ્તન કેંસરની શરૂઆત કરે છે. રોગન જણાવે છે કે તેમનું માનવું છે કે જો શરૂઆતમાં જ કેંસર થવાની પ્રક્રિયા બંધ થઈ જાય તો આગળ તેના વધવાની શક્યતા નહિવત થઈ જાય છે. તેઓ જણાવે છે કે સ્તનનું કેંસર ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ થાય છે. એટલે કે તે મલ્ટી-સ્ટેપ ડીસીઝ છે. આવામાં જો આનું કોઈ પણ સ્ટેપ રોકાઈ જાય તો તેનું પુર્ણ થવું અશક્ય થઈ જાય છે.
હાલમાં વૈજ્ઞાનિક સ્તન કેંસર પર એસ્ટ્રોજન અને રેસવરાટ્રાલના પ્રભાવનો વધારે અધ્યયન કરી રહ્યાં છે. પરંતુ તેમણે આ કેમિકલમાંથી મહિલાઓની અંદર સકારાત્મક અસરની ઘોષણા કરી દિધી છે. હા પણ ભય તે છે કે મહિલાઓ વૈજ્ઞાનિકોનાં આ અધ્યયનને ગંભીરતાથી લઈને રેડ વાઈન પીવાનું શરો ન કરી દે.