Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આવો જાણીએ મોઢાના કેન્સર વિશે - પેઢાના રોગો અને શરીરની તંદુરસ્તી

આવો જાણીએ મોઢાના કેન્સર વિશે - પેઢાના રોગો અને શરીરની તંદુરસ્તી
, શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (15:45 IST)
દુનિયામાં અંદાજીત ૯૦ ટકા લોકોને દાંતની કોઈને કોઈ તકલીફ, બીમારી થતી જોવા મળે છે, પરંતુ મોટાભાગના લોકોને તકલીફ ખૂબ વધી જાય ત્યારે જ ડેન્ટીસ્ટ પાસે જતા હોય છે. દાંત તેમજ મોઢાના આરોગ્ય વિશે હજુ લોકોમાં પૂરતી જાગૃતતા આવી નથી. તેમજ તેના વિશે પ્રવર્તતી ખોટી માન્યતાઓ વિશે આપણે અગાઉ માહિતી મેળવી છે.

છેલ્લા કેટલાય દાયકાઓથી ફિઝીશીયન અને ડેન્ટીસ્ટ પોત-પોતાના ક્ષેત્ર પૂરતું જ ધ્યાન આપતા આવ્યા છે, પરંતુ તાજેતરના સંશોધન પરથી હવે એ સાબિત થઈ ચૂકયું છે કે મોઢા તેમજ પેઢાના રોગ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે જવાબદાર છે. અસંખ્ય પ્રયોગો અને રિસર્ચ દ્વારા પેઢાના રોગ શરીરના અન્ય રોગો જેવા કે કાર્ડિયોવાસ્કુલર ડીસીઝ, બ્લડપ્રેશર, ડાયાબીટીસ આપ્ટયોપોરોસીસ, શ્વાસને લગતા રોગો, કિડનીના રોગ તેમજ પ્રસુતિમાં ઉભી થતી સમસ્યા માટે ઘણી રીતે જવાબદાર છે. ઘણા સમયથી એમ માનવામાં આવતું કે જીવાણુ (બેકટેરિયા) આ લીંક માટે જવાબદાર છે. પરંતુ તાજેતરમાં સંશોધન પરથી સાબિત થઈ ચૂકયું છે કે ઈન્ફલામેન પણ આ સંબંધ માટે જવાબદાર છે. તેથી જ પેઢાના રોગની સારવારથી માત્ર દાંતને બચાવી શકાય એવું નથી પણ અન્ય શારીરિક રોગોમાંથી પણ બચી શકાય છે.

જેવી રીતે મોઢા તેમજ પેઢાના રોગ અન્ય રોગ માટે કારણભૂત હોય છે એવી રીતે શરીરના કેટલાક રોગ પેઢા તેમજ મોંના રોગ માટે પણ જવાબદાર હોય છે. આવા ઘણા રોગોનું નિદાન મોઢાની સંપૂર્ણ તપાસથી થઈ શકે છે. આમ ડેન્ટીસ્ટનો રોલ ઘણચ જીવલેણ અને ખતરનાક રોગોના જેવા કે કેન્સર, એઈડ્સ, ડાયાબીટીસ, શ્વાસના રોગ વિગેરેની નિદાન માટે ખૂબજ અગત્યનો છે.
તો આવો આવા રોગોમાં પેઢાના રોગો કઈ રીતે સંકળાયેલા છે તે વિશે થોડું જાણીએ...

કાર્ડિયોવાસ્કયુલર ડીસીઝ (હૃદયને લગતો રોગ)
પેઢાના રોગની હાજરીમાં હૃદયરોગ માટે દોઢથી બે ગણું જોખમ વધી જાય છે. એવું તાજેતરના સર્વેક્ષણ પરથી સાબિત થઈ ચૂકયું છે. જો વ્યક્તિ પેઢાના રોગથી પીડાતી હોય તો કાર્ડિયોસ્કયુલર ડીસીઝ જેવા કે અથેરોસ્કેલોરોસીસ, માયોકાર્ડિફયલ ઈન્ફારકશન સ્ટ્રોક જેવા રોગોનું જોખમ વધી જાય છે જેના લોહીમાંથી જ બેકટેરિયાનું ઈન્ફેકશન પ્રસરવાની શક્તયતા વધી જતી હોય છે. જે લોહીની નળીમાં જમા થવાથી ઉપરોકત તકલીફ માટે જવાબદાર બને છે.

આથી ઘણા રોગોની સારવારમાં ફિઝીશીયન ડોકટરોએ મોઢાના ઈન્ફેકશનને પૂરતું મહત્ત્વ આપવું રહ્યું. ઘણા રોગોમાં જયારે રોગનું કારણ જાણવા નથી મળતું ત્યારે મોઢામાં રહેલ જીવાણું (ઈન્ફેકશન) જવાબદાર હોઈ શકે.

મોઢાનું ઈન્ફેકશન મોટાભાગે કોઈ જાતના લક્ષણો વગરનું હોય છે.

ઘણી વાર નાની લાગતી પ્રક્રિયા જેમ કે ખોટી બ્રશીંગ પધ્ધતિ અમૂક ડેન્ટલ ટ્રીટમેન્ટની પ્રોસીજર પછી પણ બેકટેરીયેમીયા (શરીરમાં જીવાણુનો ફેલાવો) થતો જોવા મળે છે.

આમ મોઢાની તપાસ-લક્ષણો ફિઝીશીયન ઘણા રોગોના નિદાન અને સારવારમાં ઉપયોગી સાબિત થાય છે. જેમ કે જીભનું ફંગલ ઈન્ફેકશન (બીજા કોઈ લક્ષણોની ગેરહાજરીમાં) એચઆઈવી ઈન્ફેકશનની શક્યતા બતાવે છે.

ગેસ્ટ્રોએન્ટ્રોલોજીકલ અને રૃમેયેલોજીકલ રોગોની સારવારમાં અથવા કેન્સરની સારવારમાં જ્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિને અસર કરતી દવાઓ-સારવાર આપવામાં આવે છે ત્યારે મોઢાની તંદુરસ્તી જળવાય એ ખૂબજ અગત્ત્યની બની રહે છે. કારણ કે આવા દર્દીઓમાં ઘણીવાર પેઢા કે મોઢાના ઈન્ફેકશન જીવલેણ બની જતા જોવા મળે છે. જેથી પેઢા-મોઢામાં રહેલ ફોક્લ ઓફ ઈન્ફેકશનને દૂર કરવું ખૂબજ જરૃરી છે. ખાસ કરીને હૃદયની કોઈપણ સર્જરી અથવા સાંધા બદલવાના ઓપરેશન કરાવતા પહેલાં દાંત અને પેઢાનું ચેકઅપ-નિદાન અને સફાઈ અતિ આવશ્યક છે, જેથી ભવિષ્યમાં ઘણા કોમ્પલીકેશનથી બચી શકાય.
હ કેન્સરની રેડિયોથેરાપી પહેલાં પણ મોઢાનું ઈન્ફેકશન દૂર કરવું ખૂબજ જરૃરી છે. આવા દર્દીઓમાં માત્ર દાંતની સફાઈ પૂરતી નથી હોતી, પરંતુ ડેન્ટીસ્ટના માર્ગદર્શનમાં સફાઈ તેમજ એન્ટીબાયોટીકવાળા માઉથવોશ વાપરવા જરૃરી હોય છે.
હ ડાયાબીટીસ અને પેઢાના રોગોને પણ સીધો સંબંધ જોવા મળે છે. ડાયાબીટીસની હાજરીમાં પેઢામાં રસી થવા અથવા ઈન્ફેકશન સામાન્ય લોકો કરતાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત પેઢામાં રહેલ ઈન્ફેકશનના લીધે પણ લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય એવી શક્યતા પણ રહેલી છે માટે ડાયાબીટીસ જે કંટ્રોલમાં રાખવા મોં તેમજ પેઢાની તંદુરસ્તી રાખવી અત્યંત આવશ્યક છે. ઘણીવાર ડાયાબીટીસની ગોળીઓ લેવા છતાં સુગર કંટ્રોલમાં નથી આવતું, આવા કેસમાં પેઢાના રોગો જવાબદાર હોઈ શકે.

ઘણા પાચનને લગતા રોગોમાં પણ પાયોરીયા એટલે કે પેઢાના રોગો જવાબદાર હોય છે. આવા કેસમાં માત્ર મોં તેમજ પેઢાની સારવાર કરાવવાથી ઘણા પેટના રોગો આપમેળે મટી જતા જોવા મળે છે.

બેટકેરીયલ ન્યુમોનિયા જેવા રોગોના જુદા-જુદા કારણોમાં એક કારણ મોઢાનું ઈન્ફેકશન હોઈ શકે છે. ખાસ કરીને મેડિકલ કેમ્પ્રોમાઈઝડ અને મોટી ઉંમરની વ્યક્તિમાં આનું જોખમ વધી જાય છે.

 સગર્ભા માતામાં જયારે પેઢાના રોગો હોય ત્યારે આવનાર બાળકના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. આવનાર બાળક તેના સમય કરતાં પહેલાં આવવું, ઓછા વજનનું બાળક આવવું, આવી બધી સમસ્યા ઉદ્ભવી શકે છે, જેને ઁન્મ્ઉ જીઅહઙ્ઘર્દ્બિી કહે છે.
આથી દરેક ગર્ભવતી સ્ત્રીએ ગર્ભાવસ્થાની શરૃઆતથી જ નિયમિત દાંત તેમજ મોઢાના ચેકઅ૫ પણ કરાવવું જોઈએ અને જો જરૃર લાગે તો તે મુજબની સારવાર પણ ગર્ભાવસ્થામાં લઈ રોગને અટકાવી સંભવત્ સમસ્યાથી બચવું જોઈએ.

હ એક ખોટી માન્યતા પ્રવર્તતે છે કે, ગર્ભાવસ્થા દરમ્યાન દાંતની કે મોઢાની સારવાર ના કરાવી શકાય. આ માન્યતા તદ્દન ખોટી છે. ગર્ભાવસ્થામાં પણ જરૃરી બધી જ દાંતથી સારવાર કોઈપણ જાતના જોખમ વગર કરાવી શકાય છે અને ઘણી બધી સમસ્યાથી બચી શકાય છે. હા તમારા ડેન્ટીસ્ટને ગર્ભાવસ્થાની જાણ કરવી જરૃરી છે. જેથી અમૂક પ્રોસીઝરમાં જરૃરી કાળજી લઈ શકે.

તો મિત્રો આ ઉપરથી આપ સૌ સમજી શક્યા હશો કે પેઢાના કે મોઢાના રોગો માત્ર દાંતની તંદુરસ્તી માટે જ જવાબદાર નથી, પરંતુ ઘણા બધા સીસ્ટેનીક રોગો જેવા કે હૃદયના, ફેફસાના, આંતરડાના, ડાયાબીટીસ, હાઈપર ટેન્શન બાળકના જન્મ સમયની તકલીફોમાં પણ એટલા જ અગત્યના છે.

ફિઝીશીયન ડોકટરોએ પણ દર્દીઓની સારવારમાં મ્હોં પેઢાના રોગોની સારવાર પર પૂરતું ધ્યાન આપવું જરૃરી છે.
સૌથી સરળ અને બિનખર્ચાળ રસ્તો દર છ મિહને મ્હોં, પેઢા, દાંતનું ચેકઅપ કરાવવું જેથી ઘણી બધી સમસ્યાથી બચી શકાય.
જેમ દર દિવાળીએ ઘરની સફાઈ જરૃરી છે, વાહનને મેઈન્ટેનન્સ માટે ગેરેજમાં મોકલીએ છીએ એ જ રીતે આ શરીરરૃપી મશીનને તંદુરસ્ત રાખવા એને પણ સર્વિસની જરૃર હોય છે જેમાં યોગ્ય આહાર, વ્યાયામની સાથે દર છ મહિને ડેન્ટલ ચેકઅપ, જરૃરી સારવાર પણ એટલી જ અગત્ત્યની છે.

પેઢાના રોગોને છૂપો શત્રુ કહ્યો છે. કારણ કે આ રોગમાં દુઃખાવો થતો નથી અથવા ભાગ્યે જ થતો હોય છે. માટે તેનો એકમાત્ર ઉપાય વહેલું નિદાન, સમયસર સમાચાર... જેથી દાંતનું આયુષ્યની સાથે

આવો જાણીએ મોઢાના કેન્સર વિશે

મોઢાના કેન્સરથી દર ૩ કલાકે ૧ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભારતમાં મોઢાનું કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે. ૧૦ માંથી ૪ કેન્સર મોઢાના કેન્સર હોય છે. દર વર્ષે ૧,૩૦,૦૦૦ મૃત્યુ મોઢાના કેન્સરથી થાય છે.

મોઢાનું કેન્સર શું છે...?

આપણું શરીર ઘણા બધા નાના-નાના એકમોથી બનેલું છે જેને કોષો કહેવાય છે. આ કોષો એક મર્યાદિત જીવનકાળ ધરાવતા હોય છે. નવા કોષો બનવાની અને જુના કે ઘવાયેલા કોષો મોત થવાની પ્રક્રિયા એ સતત ચાલનારી પ્રક્રિયા છે. આ એક વ્યક્તિનું સારૃં આરોગ્ય જાળવી રાખે છે. કોઈ કારણોસર આ પ્રક્રિયામાં ખલેલ પહોંચી શકે છે અને કોષો અનિયંત્રીત રૃપે વધવા લાગે છે. જ્યારે આવું બને છે, ત્યારે તેને કેન્સર કહેવાય છે. આ કોષો કેન્સરગ્રસ્ત ક્ષેત્રોની આજુબાજુના વિસ્તારોમાં પ્રવેશ કરે છે અથવા તો શરીરના દૂરના ભાગોમાં લોહીના કે શરીરના માસપેશીઓ અથવા ઈન્દ્રિયોમાંથી નીકળતા વણ હીન પ્રવાહીના પરિભ્રમણ દ્વારા ફેલાય છે.

મોઢાનું કેન્સર એ ભારતમાં આરોગ્યને અસર કરતી મહત્ત્વની બાબત છે. પુરુષોમાં તે સૌથી સામાન્ય કેન્સર છે અને સ્ત્રીઓમાં ત્રીજુ સૌથી સામાન્ય કેન્સર છે. આશરે તમાકુના વિભિન્ન ઉત્પાદનોના સેવનને લીધે આશરે ૯૦ ટકા દર્દીઓ મોઢાના કેન્સરથી પીડિત છે. આ બધા દર્દીઓમાંથી લગભગ ૭૮.૮૦ ટકા રોગનું નિદાન વધી ગયા પછી થતું હોય છે. જેથી તેની સારવાર અને નિયંત્રણ કરવું અઘરૃ બનાવી દે છે. આ સત્ય રોગને થતો અટકાવવા અને તે વધુ ફેલાઈ જાય તે પહેલા તેને  શરૃઆતના તબક્કાઓમાં શોધવાના ઉપાયોની જરૃરિયાતો પર ધ્યાન દોરનાર છે.

મોઢાનું કેન્સર થવાનું કારણ...?

તમાકુનો ઉપયોગ ખાસ કરીને ગુટખા, જર્દા, અને ધુમાડારહિત તમાકુના અન્ય સ્વરૃપો અને સોપારીએ જ ભારતભરમાં મોઢાના કેન્સર માટેનું એક માત્ર સૌથી મહત્ત્વનું જોખમકારક પરિબળ છે.
સિગારેટ/બીડી અને તમાકુના અન્ય સ્વરૃપોનો ઉપયોગ પણ મોઢાનું કેન્સર થવાનું જોખમ વધારી દે છે અને દારૃનો ઉપયોગ તમાકુની અસરોને વધારી દે છે.
અન્ય જોખમી પરિબળોમાં સામેલ છે તીક્ષ્ણ ધારવાળા દાંત કે બનાવટી દાંતના ચોક્ઠા દ્વારા થતી પેઢા અને ગાલમાં બળતરા, કુપોષણ અને હયુમન પેપીલોમા વાયરસ (એચપીવી) ને લીધે લાગતો ચેપ.
મને કેવી રીતે ખબર પડશે કે મને મોઢાનું કેન્સર છે...? અને લક્ષણો
૦ મોઢાની અંદર અથવા જીભ પર રહેલું ચાંદુ અથવા સફેદ કે લાલ ધાબુ જે ત્રણ અઠવાડિયાની અંદરના સમયમાં પણ મટ્યું ન હોય.
૦ મોઢાના જડબામાં અથવા ગળામાં ક્યાંય પણ આવેલો સોજો જે ત્રણ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં.
૦ પૂરૃં મોઢું ખોલવાની પડતી તકલીફ.
૦ ગળવામાં, ચાવવામાં અથવા જીભ કે જડબુ હલાવવામાં તકલીફ.
૦ અન્નનલિકા અથવા ગળામાં કંઈક અટકી ગયું હોય તેવું લાગે.
૦ લાંબા સમયથી ચાલી રહેલ ગળાની તકલીફ અથવા ઘોઘરાપણું જે છ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં.
૦ કોઈપણ કારણ વગર દાંત ઢીલા પડવા માંડે

મોઢાના કેન્સરનું નિદાન કેવી રીતે થાય છે...?

પ્રકાશના એક સારા સ્ત્રોત દ્વારા મોઢાનું કરેલું એક સાદુ પરીક્ષણ મોટા ભાગના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં મદદરૃપ થાય છે. આ નિદાનને પુષ્ટિ આપવા માટે એક 'ફાઈન નીડલ એસ્પીટેશન (એફએનએ)' તરીકે ખોળખાતું પરીક્ષણ અથવા તો એક નાનું પેશી પરીક્ષણ (બાયોપ્સી) કરવામાં આવે છે. આ વિધિઓ દવાખાનામાં દાખલ થયા વિના પણ કરાવી શકાય છે. અન્ય તપાસો જેમાં એક્સ-રે, સિટી સ્કેન અને કેટલાક રક્ત પરીક્ષણો સામેલ છે તે રોગના ફેલાવો કેટલે છે છે તે શોધવા માટે અને દર્દીની સારવાર કરવા માટે કરવામાં આવે છે.

મોઢાના કેન્સરની સારવાર કેવી રીતે કરવામાં આવશે...?

શસ્ત્રક્રિયા (ઓપરેશન)ઃ શસ્ત્રક્રિયા અથવા અસર થયેલા શરીરના ભાગને કાઢવાની પ્રક્રિયા એ મોઢાના કેન્સરની સૌથી મહત્ત્વની સારવાર છે. આ પ્રક્રિયામાં અસર થયેલો શરીરના ભાગમાંથી સહેજ સાધારણ કદનો કોષમંડળ કાઢવામાં આવે છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. જો પેથોલોજીસ્ટ આ સાધારણ કદના નમૂનામાં કેન્સર શોધી લે છે તો દર્દીને બીજી વખત શસ્ત્રક્રિયા કરાવવાની જરૃર પડી શકે છે જેથી એ ચોક્કસ કરી શકાય કે કેન્સરની અસર થયેલા ભાગોની આસપાસ સફાઈ થઈ જાય.

રેડિયોથેરાપી (વિકિરણોથી શેક લેવાની પધ્ધતિ)ઃ વિકિરણોનો ઉપયોગ કરીને કેન્સર મટાડવાની રીતને રેડીએશન થેરાપી કહે છે. રેડિયોથેરાપીનો ઉપયોગ એવી ગાંઠોની સારવાર માટે કરવામાં આવે છે જે કદમાં મોટી હોય અને ઓપરેશન દ્વારા કાઢી શકાય તેમ ન હોય. ઓપરેશન કરાવ્યા પછી કેન્સરને ઉથલો મારતું અટકાવવા માટે પણ અમુક દર્દીઓને આપવામાં આવે છે.
કેમોથેરાપી/સિસ્ટેમિક થેરાપીઃ દવાઓ (રસાયણો) નો ઉપયોગ કરીને શરીરમાં ક્યાંય પણ કેન્સરના કોષો હોય તેને મારી નાખવાનું કામ આ થેરાપી દ્વારા કરવામાં આવે છે. આ દવાઓ કેન્સરના કોષોને મારી નાખે છે જે ઝડપથી વધતા હોય છે, પરંતુ શરીરના એવા કોષોને પણ મારી નાખે છે જે કેન્સરના કોષોની જેમ ત્વરીત વિકાસનો ગુણ ધરાવતા હોય. આના પરિણામ સ્વરૃપ આ દવાઓની આડઅસર પેદા કરી શકે છે જેમ કે વાળ ખરી જવા, રક્તકણોની સંખ્યા ઘટવી, નબળાઈ આવવી વિગેરે.
કેમોથેરાપીનો ઉપયોગ મોઢાના એવા કેન્સર માટે થાય છે કે જે ઓપરેશન દ્વારા દૂર કરવા માટે બહુ મોટા પડતા હોય ગાંઠનું કદ ઓછું કરવામાં કેમોથેરાપી મદદ કરે છે. જેથી તેને પછી ઓપરેશન દ્વારા કાઢી શકાય.

મોઢાનું કેન્સર થતાં પહેલા મોઢામાં દેખાતા લક્ષણો કે જે ભવિષ્યમા વહેલી તકે યોગ્ય સારવાર ન કરવામાં આવે તો કેન્સરમાં રૃપાંતરીત થઈ શકે
૦ મોઢાની અંદર રોગિષ્ટ વ્રણ અથવા સફેદ અથવા લાલ ધાબુ (તમાકુની નાની ગોળી બનાવીને ગાલ પાસે કે પેઢા પાસે ભરાવવાની અદાતથી એ જગ્યાએ આવા ધાબા થાય છે)
૦ પૂરૃં મોઢું ખોલવામાં પડતી તકલીફ (સોપારીનો પાન સાથે મિક્સ કરી ઉપયોગ કરવાથી આવું થાય છે)
શું મોઢાનું કેન્સર અટકાવી શકાય છે...?
તમાકુનું સેવન છોડી દેવું તે મોઢાનું કેન્સર થતું રોકવા માટેનું એક મહત્ત્વનું પગલું છે. તમાકુ અને દારૃનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવાથી અને આરોગ્યપ્રદ, પોષણક્ષમ ખોરાક ખાવાથી આપણે કેન્સર થતું અટકાવી શકીએ.

ડોક્ટરને પૂછવા માટેના પ્રશ્નો
૦ મને મોઢાનું કેન્સર હોઈ શકે છે તેવું તમે શા માટે વિચારો છો...?
૦ શું મને થતી તકલીફ કોઈ અન્ય કારણોને લીધે હોઈ શકે છે...?
૦ શું તમે મહેરબાની કરીને એ લખશો કે મને ક્યા પ્રકારનું કેન્સર હોઈ શકે તેવું તમે વિચારી રહ્યા છો...?
૦ મારે ક્યા-ક્યા પરીક્ષણો કરાવવાની જરૃર પડશે...?
૦ પરીક્ષણો કર્યા પછી આવેલા તેના પરિણામો અંગેની સમજ મને કોણ આપશે...?
૦ મારે કઈ સારવાર લેવી જોઈએ તેવું તમે વિચારો છો...?
૦ શું તમને લાગે છે તેનાથી કેન્સર મટી જશે...?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા