rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hanuman Jayanti 2023 Upay: હનુમાન જયંતી પર કરો આ 5 ચમત્કારી ઉપાય, બજરંગબલી થશે પ્રસન્ન, નોટોથી ભરી દેશે તમારુ પર્સ

Hanuman Jayanti 2023 Upay
, સોમવાર, 3 એપ્રિલ 2023 (17:10 IST)
Hanuman Jayanti 2023 Upay: હનુમાન જયંતિ 6 એપ્રિલ 2023 ના રોજ છે. આ દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે, કહેવાય છે કે આનાથી જાતકના જીવનનુ ભાગ્યોદય થાય છે અને તે દરેક કાર્યમાં સફળ થાય છે.  
 
જો તમે પૈસાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો હનુમાન જયંતિના દિવસે વટ વૃક્ષના 11 પાંદડા પર લાલ ચંદનથી તંગી દૂર થાય છે.  
 
પરિવારમાં બીમારીઓને કારણે સ્વાસ્થ પર ખરાબ અસર પડી રહી છે તો હનુમાન જયંતીના દિવસે બજરંગબલીના ખભા પર લાગેલુ સિંદૂરનુ તિલક રોગીના મસ્તક પર લગાવી દો. કહેવાય છે કે તેનાથી દરેક પ્રકારની બલા ટળી જાય છે. નજર દોષ માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. 
 
મહેનત કર્યા પછી પણ ધંધામાં અને નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો હનુમાન જયંતિના દિવસે સંકટ મોચનની સામે તેલનો દીવો પ્રગટાવો અને 'ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા' મંત્રનો રૂદ્રાક્ષની માળાથી 108 વાર જાપ કરો.  તેનાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે.
 
હનુમાન જયંતિના દિવસે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો અને ગરીબોમાં બુંદીના લાડુનો પ્રસાદ વહેંચો. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સંતાન વૃદ્ધિની શક્યતાઓ છે.
 
જો શત્રુ અવરોધોથી પરેશાન છો, તમાર કાર્યમા વિરોધીઓ વિધ્નો ઉભા કરી રહ્યા છે તો હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને સિંદુરી રંગની લંગોટ અને પાનનુ બીડુ અર્પણ કરો. ત્યારબાદ કાચા નારિયેળના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. કહેવાય છે કે આનાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hanuman Jayanti 2023: બજરંગબલીને ચોલા ચઢાવતા સમયે આ વસ્તુઓના રાખવુ ધ્યાન જાણો સાચી વિધિ