Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટિપ્સ મ્યુઝિક રજુ કરી રહ્યું છે એક નવું ગુજરાતી ગીત 'રાધા ખોવાઈ 2.0'

NEW GUJARATI SONG “Radha Khovaai”
, શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (16:07 IST)
ટિપ્સ મ્યુઝિક આજે દર્શકો માટે એક નવું ગુજરાતી ગીત રજૂ કરી રહ્યું છે જેનું શીર્ષક છે “રાધા ખોવાઈ". આ ગીત યુવા પ્રતિભાશાળી ગાયક મીત જૈન દ્વારા ગવાયેલું છે. જેઓ એક પ્રશિક્ષિત ગાયક, પિયાનોવાદક, ગિટારિસ્ટ અને એક્ટર પણ છે.
 
'રાધા ખોવાઈ' ગીત રાધા - કૃષ્ણ અને તેમના અનન્ય પ્રેમની જુદાઈથી થતી મીઠી પીડા વિશે છે.
ટિપ્સ મ્યુઝિકની વિશેષતા એ છે કે તે યોગ્ય પ્રકારનું સંગીત પસંદ કરી તેને રસપ્રદ રીતે બનાવીને ગીતોના શબ્દો સાથે દર્શકોને આકર્ષે છે.  ટિપ્સ મ્યુઝિક હંમેશા ઈન્ડસ્ટ્રીમાં તેની આ વિશેષતાના કારણે આગવું બનીને ટોચ ઉપર રહ્યું છે.
કુમાર તૌરાની એ કહ્યું, "રાધા ખોવાઈ 2.0 એ ખૂબ જ સુખદ ટ્રૅક છે અને અમને તરત જ ગમ્યું. મને ખાતરી છે કે લોકો પહેલાથી જ લોકપ્રિય ગીતના આ સિક્વલને સાંભળવા આતુર હશે."
મીત જૈનએ કહ્યું, "રાધા ખોવાઈના પ્રથમ ભાગની સફળ રજૂઆત પછી હું હંમેશા બીજો ભાગ બનાવવા માંગતો હતો. રાધા ખોવાઈ ગીતએ લાખો લોકોના દિલ જીતી લીધા છે અને આખરે મને ઘણા બધા સંદેશા મળ્યા જ્યાં મારા ચાહકો મને રાધા ખોવાઈ 2.0 બનાવવા માટે કહી રહ્યા હતા"
 
જ્યારે અમે ગીતમાં રાધાને કાસ્ટ કરવા વિશે વિચાર્યું, ત્યારે અમારા મગજમાં એક જ નામ આવ્યું, શ્રદ્ધા ડાંગર,રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુંદર ગુજરાતી અભિનેત્રી. તેની સાદગી અને લાગણીઓ જે અમે રાધાના પાત્રમાંથી ઇચ્છતા હતા. તેણે ખુબ જ ઉમદા કામ કર્યુ છે. અમે આજે આ ગીત રિલીઝ કરવા માટે અત્યંત રોમાંચિત અને ઉત્સાહિત છીએ.



 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સારા અલી ખાનની આંખોમાં ડૂબેલા વિકી કૌશલ, અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ થયુ પુરુ