Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના ઇતિહાસ સૌ પ્રથમવાર રચાયું " ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી "

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના ઇતિહાસ સૌ પ્રથમવાર રચાયું
, મંગળવાર, 20 જૂન 2017 (14:46 IST)
1932 થી શરુ થયેલી આપણી ગુજરાતી ફિલ્મોએ ઘણા ઉતાર ચઢાવ જોયેલા છે . હજારો લોકો આ ક્ષેત્ર સાથે વ્યવસાયિક રીતે જોડાયેલા છે . છેલ્લા બે , ત્રણ વર્ષ થી ગુજરાતી ફિલ્મો એ સારું એવું કાઠું કાઢ્યું છે અને આ ફિલ્મો નવા પ્રેક્ષકો ને સિનેમા સુધી લાવવામાં સફળ  રહી છે . પરંતુ હજુ સુધી ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા લોકો સંગઠિત નથી . નિર્માતાઓના , કલાકારોના , ટેક્નિશ્યનોના લેખકોના પોત પોતાના સંગઠનો છે પરંતુ ઈંડસ્ટ્રી ખુબ નાની હોવાને કારણે તેની સંખ્યા ખુબ નહિવત  છે .
webdunia

આજ વાત ને ગંભીરતા થી લઇ ગુજરાતી ફિલ્મો સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકોએ  "ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી " ની રચના કરવાનું બીડું ઝડપ્યું . જેમાં નિર્માતાઓ , દિગ્દર્શકો , લેખકો ,કલાકારો , ટેક્નિશ્યનો , સંગીતકારો , ગાયકો , નૃત્યકારો , સહાયકો , સ્પોટબોય્સ જેવા તમામ લોકોને એક છત્ર નીચે સમાવી લેવાનો ઉમદા વિચાર આ ફ્રેટર્નીટી નો છે . આ માટે આ ફ્રેટર્નીટી ના વિચાર સાથે નીકળેલા કેટલાક નામી લોકો એ મુંબઈ , અમદાવાદ અને રાજકોટ માં રૂબરૂ જઈ આ ફ્રેટર્નીટી વિષે જાણકારી પણ આપેલી છે . ગત રવિવાર, તારીખ 18 જૂન 2017ના અમદાવાદના લો ગાર્ડન સ્થિત ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી ની સ્થાપના થઇ હતી.. ઐતિહાસિક અધિવેશન જેવો માહોલ સર્જાયો તે શુભ પ્રસંગે સિન્ટાના વાઇસ પ્રેસિડેન્ટ તથા ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના સિનિયર કલાકાર એવા શ્રી દર્શનભાઈ જરીવાલા એ ખાસ હાજરી આપી ને શુભેચ્છા પાઠવી હતી તો સાથે-સાથે ગુજરાતી ફિલ્મ "કંકુ" માટે નેશનલ એવોર્ડ મેળવનાર ફિલ્મ જગતના સિનિયર અદાકારા એવા શ્રી પલ્લવીબેન મહેતા એ પણ વિશિષ્ઠ હાજરી આપી હતી.
webdunia

ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હજારથી પણ વધુ લોકોએ મુંબઈ, કચ્છ, સૌરાષ્ટ અને અમદાવાદથી ખાસ હાજરી આપી હતી. તા. 18 જૂન 2017ના દિવસે વિધિવત રીતે " ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી " ની સલાહકાર સમિતિ , કોર કમિટી ઉપરાંત ફિલ્મ ઈંડસ્ટ્રી ના વિવિધ વિભાગો ની સમિતિ અને તેના હોદ્દેદારો નક્કી કરવામાં આવ્યા . આ કમિટીમાં હેતલ ઠક્કરની પ્રેસિડેન્ટ, અરવિંદ  વેગડાની એક્સઝીક્યુટીવ પ્રેસિડેન્ટ તથા અભિલાષ  ઘોડાની જનરલ સેકેટરીના પદ પર વરણી થઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હૉટ Shama sikander નો Sexy અંદાજ