Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીકુ તલસાણિયા સાથે કામ કરવાનો અનુભવ વર્ણવતા ફિલ્મ નિર્માતા રાજુ શાહ

Webdunia
બુધવાર, 25 જાન્યુઆરી 2017 (16:00 IST)
ટીકુ તલસાણિયા આમતો મોટે ભાગે બોલિવૂડની ફિલ્મોમાં અભિનય કરતાં જોવા મળે છે. તે ઉપરાંત તેમણે હિન્દી સિરિયલોમાં પણ ઘણું કામ કર્યું છે. ખાસ કરીને જોઈએ તો ટિકુ તલસાણિયા ગુજરાતી નાટકોમાં મોટે ભાગે કામ કરતાં હોય છે. તેમણે હવે અર્બન ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાની કલાને રજુ કરવાની શરૂઆત કરી દીધી છે. કંઈક કરને યાર નામની ગુજરાતી ફિલ્મ બાદ તેઓ તૃપ્તિ નામની ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. આ અંગે તેમની સાથેના અનુભવોને વર્ણવતા ફિલ્મ તૃપ્તિના પ્રોડ્યુસર રાજુ શાહે વાત કરી હતી.  ટિકુ તલસાણિયા આમતો  200થી વઘુ  હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. તેમની સાથે કામ કરતાં રાજુ શાહ પોતાના અનુભવ અંગે કહે છે કે તેઓ અમારી સાથે જોડાયા એ અંગે અમને ખૂબજ આનંદની લાગણી છે. તેઓ આમતો પોતાના કામમાં વ્યસ્ત હોય છે પણ રાજુ શાહે તેમને જ્યારે તૃપ્તિ ફિલ્મની ઓફર કરી ત્યારે ટિકુ તલસાણિયાએ તેમની ઓફરને તરત સ્વીકારી લીધી હતી. તૃપ્તિ ફિલ્મની ટીમ પણ તેમની સાથે કામ કરવા માટે ખૂબજ એક્સાઈટ હતી. તેઓ પોતાના રોલને એવી રીતે રજુ કરે છે કે જે લોકોના હૃદય સુધી પહોંચી જાય છે. તેઓ એકદમ શાંત સ્વભાવ વાળા વ્યક્તિ છે. અમે ક્યારેક શોટ માટે રાત્રે મોડે સુધી કામ કરતાં હોય ત્યારે પણ તેમણે અમારી સાથે શાંત મને અને સહકાર આપીને કામ કર્યું છે. અમારી પાસે તેમની માટે કોઈ શબ્દો નથી પણ અમે તેમને ટીમ વતી સલામ કરીએ છીએ. અમારી ટીમ તેમની માટે ખૂબજ આદરભાવ રાખે છે કારણ કે તેમનું વ્યક્તિત્વ એક એવા સ્વભાવનું છે કે તેમની સાથે રહીને કંઈક શીખી શકાય અને તેમને સલામ કરવાનું મન થાય

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો યુરિક એસિડ વધી ગયું છે, તો બિલકુલ નાં ખાશો આ દાળ, નહીં તો પડી શકે છે ભારે

Weight Loss Salad Recipe: આ સ્વાદિષ્ટ સલાદ પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરશે, જાણો સરળ રેસીપી

Eid Special Recipe- સેવઈ પાયસમ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments