ગુજરાતી ફિલ્મોનો એક સમયે મોટો લોટ આવ્યો. આ સમય એવો હતો કે અનેક ફિલ્મો બની અને કયા સમયે સિનેમામાંથી ઉતરી ગઈ એ કોઈને સમજાયું નહીં, પરંતું આ જ સમયમાં એવી ફિલ્મો ચાલી પણ ખરી જેનું કથાનક બિલકુલ નવું અને દર્શકોને ગમ્યું હતું. નોટબંધી બાદ ફિલ્મોના વ્યવસાયમાં જાણે ઘોર મંદીનો પેસારો થયો અને ફિલ્મો રિલિઝ થવાની બંધ થઈ ગઈ. આ સમય પણ ગુજરાતી ફિલ્મો માટે પડકાર રૂપ રહ્યો. આવા પડકાર જનક સમયમાં પણ કરસનદાસ પે એન્ડ યૂઝ જેવી ફિલ્મોએ સારી કમાણી કરી. તે ઉપરાંત ટીકુ તલસાણિયા અને અમર ઉપાધ્યાય અભિનિત આવ તારૂ કરી નાંખુ નામની ફિલ્મ પણ સારી ચાલી.
હવે વાત કરીએ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હારની, મલ્હાર છેલ્લો દિવસ ફિલ્મમાં સારો અભિનય કરી ગયો. તે ઉપરાંત તેની અગાઉની ફિલ્મો તો આજેય દર્શકોની જીભ પર ચર્ચાઈ રહી છે. યુવાઓના ફેવરિટ સ્ટાર તરીકે ઉભરી આવેલા મલ્હારની એક નવી ફિલ્મ આવી રહી છે. ‘કેશ ઓન ડિલિવરી’ આ ફિલ્મમાં મલ્હારે એક ઈ કોમર્સ ઉદ્યોગ જેવા કે એમેઝોન અને ફ્લિપકાર્ટના ડિલિવરી બોય તરીકે રોલ કર્યો છે. ‘કેશ ઓન ડિલિવરી’ માં 23 વર્ષના સિદ્ધાર્થની વાત છે. જે ઓન લાઈન ચીજ વસ્તુઓની ડિલિવરી કરી રહ્યો છે. આ દરમિયાન તેને જે કડવા અનુભવો થાય છે. તેની વાર્તા આ ફિલ્મમાં છે. તેને ડિલિવરી સમયે એક મહિલાનો મૃતદેહ મળે છે. ત્યાં તેને એક અજાણ્યા યુવકનો કોલ મળે છે. આ અજાણ્યો યુવક સિદ્ધાર્થને એવી અજાણી પણ ગુનાહિત કહી શકાય તેવી ચીજની ડિલિવરી કરવા માટે એક સપ્તાહનો સમય આપે છે. સિદ્ધાર્થ આ કામમાં ફસાઈ જાય છે અને તેમાંથી કેવી રીતે બહાર આવવું તેનો વિચાર કરે છે. ત્યારે તેની પ્રેમિકા અદિતિ તેને આ પડકારનો સામનો કરવા માટે સાથ આપે છે. અદિતિ એક એન્જિનિયર લેડી છે.કેવી રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. એતો ફિલ્મ જોયા પછી જ ખબર પડે. આ અંગે મલ્હારે જણાવ્યું હતું કે તેણે એક ડિલિવરી બોયનો રોલ કર્યો છે. એક મીડલ ક્લાસનો માણસ જ્યારે આ પ્રકારની જોબ કરતો હોય ત્યારે તેણે કેટલા પ્રકારના પડકારનો સામનો કરવો પડતો હોય છે એ વાત કરવામાં આવી છે. અગાઉ જે ફિલ્મો બની એના કરતાં આ ફિલ્મનો કોન્સેપ્ટ બિલકુલ નવો છે. મેં આ કોન્સેપ્ટને જોતાં જ ફિલ્મ માટે હા કહી દીધી હતી. કારણ કે દર્શકોને કંઈક નવું જોઈતું હોય છે અને એ આ ફિલ્મમાં છે. મુળ આ એક થ્રિલર ફિલ્મ છે જે દર્શકોને ચોક્કસ જોવાની મજા આવશે.