Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શેમારૂમી ગુજરાતી પર વધુ એક નવી ગુજરાતી વેબ સિરીઝ "ષડયંત્ર" રજૂ થશે

શેમારૂમી ગુજરાતી પર વધુ એક નવી ગુજરાતી વેબ સિરીઝ
, ગુરુવાર, 10 જૂન 2021 (15:39 IST)
- વેબ સિરીઝ 'વાત વાતમાં' અને થિયેટર પહેલા રિલીઝ થયેલી સર્વ પ્રથમ ગુજરાતી ડિજીટલ ફિલ્મ 'સ્વાગતમ', જોક સમ્રાટ, અનનૉન ટુ નૉન અને બીજા ઘણા રિલીઝ બાદ હવે "શેમારૂમી" પોતાની નવી પોલિટિકલ થ્રિલર વેબ સિરીઝ "ષડયંત્ર" રિલીઝ કરવા તૈયાર છે.
- બે મહિના થી પણ ઓછા સમય માં શેમારૂમી એ નવ ટાઇટલ્સ રિલીઝ કર્યા છે જેણે દર્શકો ને ખુબ જ મનોરંજન પૂરું પાડયું છે.
 
ગુજરાતી મનોરંજનની દુનિયામાં હંમેશાથી ટોપ ઉપર રહેલું શેમારૂમી “ષડ્યંત્ર” વેબ સિરીઝ સાથે પોતાના ગુજરાતી પ્રોડક્શનમાં પ્રવેશ કરી રહ્યું છે. આ ઓરિજિનલ વેબ સિરીઝ એક પોલિટિકલ થ્રિલર ડ્રામા છે. "ષડ્યંત્ર" - આ વેબ સિરીઝમાં ગુજરાતી અને હિન્દી રંગભૂમિ, ટી.વી. અને ફિલ્મોના ખુબ જ જાણીતા, દિગ્ગજ અને મંજાયેલા કલાકારો છે જેમ કે  રોહિણી હટંગડી, અપરા મહેતા, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરીક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન તથા દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત. આ દરેક કલાકારોના સુંદર અભિનયથી ઓપતી આ  વેબ સિરીઝ બાબુલ ભાવસાર લિખિત કથા અને સંવાદોને જીવંત રાખે છે. 
 
પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા 15 વર્ષથી એક સફળ CM તરીકે ફરજ બજાવી રહ્યા છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરીઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે. અને આ જ વિષય ‘ષડ્યંત્ર’ ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે જે દર્શકોને ચોક્કસથી ગમશે.
 
'ષડ્યંત્ર'  વેબ સિરીઝના લોન્ચ પ્રસંગે શૉના નિર્દેશક ઉર્વીશ પરીખ જણાવે છે, " ષડ્યંત્ર એક આવી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે. મારા માટે આ શૉને શૂટ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. મને ખુશી છે કે શેમારૂમી એ આ શૉનું નિર્માણ કર્યાની સાથોસાથ પોતાના પ્લેટફોર્મ પર દરેક ગુજરાતીઓ માટે તેનું પ્રીમિયર રજુ કરી રહ્યા છે."
 
રોહિણી હટંગડી શૉમાં પોતાના પાત્ર વિષે જણાવતા કહે છે, " હું 'ષડ્યંત્ર'  નો ભાગ બનીને ખુબ જ ઉત્સુક છું અને ખુશ છું કે શેમારૂમી એ આ પ્રભાવશાળી વેબ સિરીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપવાનું નક્કી કર્યું. મેં મારી કરિયરમાં બહુ બધા પાત્રો ભજવ્યા છે પરંતુ વાસંતીબેનનું પાત્ર મારા હૃદયની ખુબ જ નજીક છે. આ વેબ સિરીઝનું સ્કેલ એટલું મોટું છે કે એવું લાગ્યું કે અમે કોઈ ફિલ્મનું શૂટ કરી રહ્યા છીએ. મને ખાતરી છે મારા દર્શકો આ શૉને પસંદ કરશે."  
 
અપરા મહેતા વધુમાં જણાવે છે, "હું 'ષડ્યંત્ર'  નો ભાગ બનીને ખુશ છું. ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથેની આ પોલિટિકલ થ્રિલર એક ફિલ્મ જોયાનો અનુભવ કરાવશે. અને આ વેબ સીરીઝનો હું હિસ્સો છું એનો મને આનંદ છે. પન્નાબેનનું પાત્ર દર્શકોને ચોક્કસથી ગમશે. શેમારૂમી ગુજરાતી પર આ શૉ તમે 24મી જૂનથી નિહાળી શકશો."
 
વંદના પાઠક જેઓએ આ શૉમાં ખુબ જ મહત્વનું અને જટિલ પાત્ર નિભાવ્યું છે એ જણાવે છે "આ શેમારૂમી સાથેનો મારો ખુબ જ સ્પેશ્યિલ પ્રોજેક્ટ છે. અને કલાકાર તરીકે આનાથી વધારે સારું હું બીજું શું માંગી શકું. 'ષડ્યંત્ર' એ ખુબ જ રસપ્રદ વિષય છે જેમાં ઘણા મોટા મુદ્દાઓ વિષે વાત કરવામાં આવી છે અને જે રીતે પ્લોટ અને પાત્રોને દર્શાવવામાં આવ્યા છે એ અદભુત છે. દર્શકો આ શૉના બધા જ પાત્રોને પસંદ કરશે. હું મારા ફેમિલી સાથે આ સિરીઝ જે શેમારૂમી પર 24મી જૂન ના રિલીઝ થશે એ જોવા માટે તલપાપડ થઇ રહી છું." 
 
દીપક ઘીવાલા જણાવે છે, " ષડ્યંત્ર એ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને હું આ ફેમિલીનો પાર્ટ બનીને ખુબ ખુશ છું. અને મને ગર્વ છે કે મેં આટલા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શૅર કરી. મને આનંદ છે કે શેમારૂમી એ મને આ પાત્ર માટે પસંદ કર્યો. આ શૉ 24મી જૂનથી શેમારૂમી પર રજુ થશે અને મેં આખા શૉને એક સાથે જ જોવાનો પ્લાન કર્યો છે."
 
શ્રેણુ પરીખ જણાવે છે કે, "આ મારી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે અને હું શેમારૂમી એન્ટરટેઈનમેન્ટનો પાર્ટ બની ને ખુબ જ ખુશ છું. ષડ્યંત્ર એક બહુ જ ઉમદા પ્રોજેક્ટ છે અને હું ભાગ્યશાળી છું કે મને આટલા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી. મને એ લોકો પાસેથી ખુબ જ બધું શીખવા મળ્યું. મને ખાતરી છે કે લોકો ને આ શૉ બહુ જ ગમશે અને ખુબ એન્જોય કરશે. ષડ્યંત્ર જોવાનું ચુકતા નહિ, 24 મી જૂનથી માત્ર શેમારૂમી ઉપર."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોમન ઈરાનીની માતાનો 94 વર્ષની ઉમ્રમાં નિધન