Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાના પડદાંના મોટા આકર્ષણ

Webdunia
IFM
કેટલાક વર્ષો પહેલા બોલીવુડના મોટા સ્ટાર ટીવીના નાના પડદાં અને તેમા કામ કરનારા કલાકારોને તુચ્છ નજરે જોવામાં આવતા હતા. ટીવી પર દેખાવવુ એ તેમને પોતાની શાન વિરુધ્ધ લાગતુ હતુ. તેમણે લાગતુ હતુ કે જો ટીવી પર તેમણે કોઈ મુલાકાત આપી કે કોઈ ધારાવાહિકમાં કામ કર્યુ તો તેમની પ્રતિષ્ઠા ઓછી થઈ જશે.

તે દરમિયાન જે કલાકાર ફિલ્મોમાં સંઘર્ષ કરવા છતાં પોતાનો કોઈ મુકામ ન મેળવી શકતા નહોતા તેમણે ટીવીમા કામ મળી જતુ હતુ. કદાચ તેથી મોટા પડદાના કલાકારો તેમની લાઈનમાં ઉભા રહેવા માંગતા નહોતા.

ફિલ્મોમાં જ્યારે અમિતાભનુ કેરિયર લગભગ પુરૂ થવા આવ્યુ હતુ અને કર્જના બોજા હેઠળ દબાયેલા હતા ત્યારે તેમણે 'કોન બનેગા કરોડપતિ' ગેમ શોનુ સંચાલન કરવાનો પ્રસ્તાવ મળ્યો. અમિતાભને જે પૈસા તેના બદલામાં મળ્યા હતા તેની કલ્પના કોઈ ટીવી કલાકાર કદી કરી પણ નથી શ કતો.

અમિતાભને પૈસાની જરૂર હતી અને તેમણે આ શો ને માટે હા પાડી દીધી. તે સમયે અમિતાભના આ નિર્ણયની આલોચના કરનારાઓમાં ખુદ તેમની પત્ની જયા બચ્ચન પણ જોડાઈ હતી. અમિતાભને બધાને મનાવવાની ખૂબ મહેનત કરવી પડી.

' કૌન બનેગા કરોડપતિ' એ સફળતાનો નવો ઈતિહાસ લખી દીધો. ભારતના સૌથી લોકપ્રિય અભિનેતા મફતમાં અઠવાડિયામાં ચાર દિવસ તમારા ડ્રોઈંગ રૂમમાં આવીને તમારું મનોરંજન કરે તેની કલ્પના કોઈ દર્શકે કરી નહોતી.

આ શો ની સફળતાએ ટીવી અને અમિતાભ બંનેનુ નસીબ બદલી નાખ્યુ. ટીવીમાં કામ કરીને આટલા પૈસા કમાવી શકાય છે એ પહેલા કદી કોઈ વિચારી પણ નહોતુ શકતુ. ત્યારબાદ ટીવી અને સિનેમાની વચ્ચે અંતર ઘટી ગયુ.

IFM
ફિલ્મોમાં કામ કરનારા કલાકાર પોતાની ફિલ્મના રજૂ થતા પહેલા વિભિન્ન ચેનલ પર મુલાકાત આપતા કે રિયાલિટી શો માં ભાગ લેતા જોવા મળવા લાગ્યા. તેનાથી ટીવી અને સિનેમા બંનેની જરૂરિયાતો પુરી થઈ.

મનીષા કોઈરાલા, મુકુલ દેવ, ગોવિંદા, શાહરૂખ ખાન જેવા કલાકારોના ગેમ શોનુ સંચાલન કર્યુ. અજય દેવગન, કાજોલ, ઈશા કોપ્પિકર, જીતેન્દ્ર, ઉર્મિલા માતોડકર રિયાલિટી શો માં જજની ભૂમિકામાં જોવા મળ્યા.

તાજેતરમાં ટીવીની દુનિયામાં એટલો પૈસો આપવામાં આવી રહ્યો છે કે બોલીવુડના કલાકારોની આંખો પહોળી થવા લાગી છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાનુ આ દ્વાર તેમણે ટ્વેંટી-20 ક્રિકેટ જેવુ લાગી રહ્યુ છે. ફિલ્મમાં કામ કરવુ ટેસ્ટ મેચમાં રમવા જેવુ છે. જેમાં ઘણી મહેનત કરવી પડે છે અને પરિણામ આવવાની વાર લાગે છે.

શાહરૂખ ખાન 'કોન બનેગા કરોડપતિ' નું સંચાલન સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. ટીવીથી ફિલ્મ અને પછી ટીવીની યાત્રા શાહરૂખે ખૂબ જ સારી રીતે કરી છે. તેમનો નવો શો 'ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?' જલ્દી શરૂ થવાનો છે. આ કાર્યક્રમમાં તેમને અકલ્પનીય પૈસા મળ્યા છે. કહેવાય છે કે આની કમાઈથી જ
શાહરૂખે પ્રીમિયર લીગમાં કલકત્તા ટીમ ખરીદી છે.

IFM
અક્ષય કુમાર હંમેશા ટીવીથી દૂર રહ્યા, પણ જ્યારે તેમણે 'ફીયર ફેક્ટર'ના પ્રત્યેક એપિસોડના બદલે દોઢ કરોડ રૂપિયાની ઓફર મળી તો તે પોતાની જાતને રોકી ન શક્યા. સોની ટીવી પર સલમાન ખાનનો કાર્યક્રમ 'પાવર ઓફ ટેન' શરૂ થવાનો છે. આ કાર્યક્રમ અમેરિકા ટીવી શો 'ધ પ્રાઈસ ઈઝ રાઈટ'નુ દેશી વર્જન છે. આ કાર્યક્રમન 100 એપિસોડમાં ભાગ લેવાને બદલે સલમાન ખાનને લગભગ 100 કરોડ રૂપિયા મળશે. શુ સલમાન સલમાન ફિલ્મોમા કામ કરીને 100 કરોડ રૂપિયા કમાવી શકે છે ?

પૈસાને કારણે ટીવીની દુનિયા બોલીવુડના સુપરસ્ટાર્સને આકર્ષિત કરી રહી છે. ટીવીની દુનિયામાં જોખમ નામમાત્રનુ છે. આ કલાકારો વર્ષમાં એક ફિલ્મ કરવા માંગે છે, જેથી તેમની લોકપ્રિયતા ટકી રહે અને જેનો લાભ તે લાંબા સમય સુધી મેળવી શકે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments