સામગ્રી - તુવેર દાળ - 25 ગ્રામ, મગની દાળ - 25 ગ્રામ, અડદની દાળ 25 ગ્રામ, ચણાની દાળ - 25 ગ્રામ, મસૂરની દાળ 25 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર.
વઘાર માટે સામગ્રી - 1થી 2 ચમચી ઘી, ચપટી હિંગ, નાની અડધી ચમચી જીરૂ, કાળા મરીના દાણા 6થી 8, લવિંગ - 4, મોટી ઇલાયચી - 2, આખા લાલ મરચા - 2, આદું - એક ઇંચના લાંબા ટૂકડામાં, લીલા મરચાં - 2 ઝીણા કાપેલા, અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી ધાણાજીરૂ, કોથમીર.
બનાવવાંવી રીત - પાંચેય દાળોને સાફ કરી ધોઇ લો અને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારપછી દાળ કૂકરમાં નાંખો અને તેમાં 1 કપ પાણી, હળદર અને મીઠું નાંખી દો. 1 સીટી વાગે ત્યાંસુધી બાફો અને ગેસની આંચ બંધ કરી દો. કૂકરનું પ્રેશર પૂરું થાય એટલે કૂકર ખોલો.
આખા મસાલા જેવા કાળા મરી, લવિંગ અને ઇલાયચીને સાફ કરી અધકચરાં દળી લો.
કોઇ તપેલીમાં ઘી નાંખી ગરમ કરો. ગરમ ઘીમાં હીંગ અને જીરૂ નાંખી તતડાવો, જીરૂ તતડે એટલે દળેલા મસાલા અને લાલ મરચાંના ટૂકડા કરીને નાંખો, સાથે આદું અને લીલા મરચાં પણ નાંખો. થોડું સાંતળી દો. પછી આ જ તપેલીમાં ઉકાળેલી દાળ નાંખો. દાળ સારી રીતે મિક્સ થાય ત્યાંસુધી રાંધો. જો જરૂર જણાય તો પાણી ઉમેરો. હવે ગેસ બંધ કરી દો અડધી લીલી કોથમીર દાળમાં નાંખી હલાવી દો. તૈયાર છે તમારી પંચરત્ન દાળ.
પીરસતી વખતે બાઉલમાં દાળ કાઢી ઉપરથી બાકી રહેલી કોથમીરથી ગાર્નિશ કરો. ગરમાગરમ પંચરત્ન દાળ રોટલી કે ભાત સાથે પીરસો.