સામગ્રી- 1 વાટકો ઘઉં નો લોટ -1 વાટકો બાજરી નો લોટ, -2 ચમચી તેલ મોણ માટે, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1/4 ચમચી હિંગ, મીઠું પ્રમાણસર 2 ચમચી દહીં અથવા 1 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, 1 ચમચી તલ, 1૦૦ ગ્રામ મેથીની ભાજી ઝીણી સમારેલી, 10 વાટેલુ, પાણી પ્રમાણસર
તેલ
બનાવવાની રીત- લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલમરચાંનો પાવડર ,મીઠું દહી,ખાંડ, વરિયાળી, અજમો, અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો.
નોંધ - તમે ચણાના લોટને બદલે બાજરીનો લોટ પણ લઈ શકો છો. આ પ્રમાણ બે લોકો માટે લગભગ 5-6 થેપલાનું છે.. તમે તમારી જરૂરિયાત મુજબ અંદાજ લઈ શકો છો.